ધ્રાંગધ્રાનાં કોંઢ ગામ પાસે થયો ગોજારો અકસ્માત : 1 નું મોત 2 ગંભીર ઘાયલ

ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામથી નજીક કૃષ્ણનગર રોડ ઉપર ખેંગારીયા વાડી નજીક ગોજારા અકસ્માતની ઘટના બની હતી જેમાં ધ્રાંગધ્રાનાં કેટરર્સનું કામ કરતા પરિવારની ઇકો રાજસ્થાન પાસિંગ વાળા ટ્રક સાથે અથડાતા કરુણ ઘટના બનવા પામી હતી. એક્સીડંટ એટલો ભયાનક હતો કે એક વ્યક્તિ ઘનશ્યામભાઈ હિમ્મતભાઈ પ્રજાપતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયારે તેમની સાથે જ ઇકોમાઁ સવાર અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માતની ઘટનાનાં પગલે ઓમ મિલ અને આજુબાજુના રહીશો દ્રારા 3 ય ને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં એક નું મોત જાહેર અને અન્ય 2 ને વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ: રવિરાજ સિંહ પરમાર…ધાંગધ્રા

Leave a Comment

Read More

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી મુળુભાઈ બેરાને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹100ની સબસિડી આપવાની રજૂઆત કરાઈ.