Search
Close this search box.

Follow Us

કુખ્યાત અલ્તાફ ઉર્ફે છ આંગળી ઝડપાયો

આજી ડેમ ચોકડી પાસે અનમોલ પાર્કમાં ઇંડાના ધંધાર્થીના લમણે ગન રાખી ટ્રિગર દબાવી હત્યાનો પ્રયાસ કરનાર કુખ્યાત અલ્તાફ ઉર્ફે છ આંગળીને તાલુકા પોલીસે કાલાવડ રોડ પરથી ઝડપી પાડ્યો હતો.

બનાવ અંગે આજી ડેમ ચોકડી પાસે અનમોલ પાર્ક શેરી નં. 1માં રહેતો ઉન્નત ઉર્ફે સની દિલાવર ચૌહાણ (ઉ.વ.24) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફ ખેયમ (રહે.અનમોલ પાર્ક શેરી નં.2) નું નામ આપી જણાવ્યું હતું કે, તે ઈડાનો જથ્થાબંધ વેપાર કરે છે. તેના પિતા દિલાવરભાઈ રાજકોટ ફાયર બ્રિગેડમાં નોકરી કરે છે. તેના ઘર નજીક અલ્તાફ તેના પરિવાર સાથે રહે છે.પોલીસને ઉન્નતે જણાવ્યું કે, અલ્તાફે બે લગ્ન કર્યા છે. તેની પ્રથમ પત્ની થોરાળા વિસ્તારમાં જયારે બીજી પત્ની તેના પાડોશમાં રહે છે. આ કારણથી અલ્તાફ અવાર-નવાર તેના વિસ્તારમાં આવતો- જતો રહે છે. ગઈકાલે રાત્રે 11 વાગ્યે અલ્તાફ તેના ઘર પાસે ચોકમાં ગાડી પાસે ઉભો હતો. તે વખતે તેના ભાઈ આર્યને તેને કહ્યું કે, અલ્તાફ કાકા ઘરમાં જતા રહો આટલું બોલ્યા બાદ તેનો ભાઈ આર્યન પોતાના ઘરે આવી ગયો હતો. જેનો ખાર રાખી થોડી વાર બાદ અલ્તાફ તેની તરફ આવતો દેખાયો હતો. એટલું જ નહીં તેના હાથમાં બંદુક પણ હતી. જેથી તે ડરીને શેરીના દરવાજા પાસે જતો રહ્યો હતો. બરાબર તે જ વખતે અલ્તાફે બંદુક લોડ કરી તેની સામે ટ્રીગર દબાવ્યું હતું. પરંતુ ફાયરિંગ થયું ન હતું. જેને કારણે તે દોડીને શેરીમાં જતો રહ્યો હતો. આ વખતે તેના મિત્ર જુબેર અલ્તાફને પકડી ત્યાંથી લઈ જતો રહ્યો હતો.બનાવ અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ તે ફરાર થઇ ગયો હતો ત્યારે તાલુકા પોલીસ મથકના પીઆઈ વી.આર પટેલની રાહબરીમાં ટીમ એ.એસ.આઇ જે.ડી.વાઘેલા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ અજય ભૂંડિયા અને કોન્સ્ટેબલ ધર્મરાજસીંહ રાણાને મળેલ ચોક્કસ બાતમીના આધારે કાલાવાડ રોડ પર એક મર્સીડીઝ કારમાંથી અલ્તાફ ઉર્ફે છ આંગળી હનિફભાઈ થઈમ(રહે. નવાથોરાળા ભાવનગર રોડ) ને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.ઉલ્લેખનિય છે કે, અલ્તાફ ઉર્ફે છ આંગળી વિરૂદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં 34 થી વધું ગુના નોંધાયેલ છે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More