સરલા ગ્રામ પંચાયત ભ્રષ્ટાચાર ના ભરડો લીધો સ્મશાન ગૃહ ને પણ ન છોડયું

પેનલબોર્ડ નું બીલ ઉધારી બારોબાર ઉચાપત: મુળી તા.પં.ઉપપ્રમુખ ના પતિના આક્ષેપ

મુળી ના સરલા ગ્રામ પંચાયતના વહીવટ મા મોટોપાયે ભ્રષ્ટાચાર બહાર આવેલ છે ત્યારે એક ૨૦૦ વોલ્ટેજ ની પેનલબોર્ડ ખરિદી માં આ ભ્રષ્ટાચાર ઉજાગર થવા પામેલ છે સ્થળ તપાસ કરતાં આવી કોઈ પેનલબોર્ડ ની ખરિદી કરવામાં આવેલ ન હોય જાણવા મળેલ છે ત્યારે આ આક્ષેપ ખુદ ભાજપ શાસિત મુળી તાલુકા પંચાયત ના મહિલા ઉપ પ્રમુખ ના પતિ એ જ કરતાં ચકચાર મચી જવા પામી છે તેઓ એ આ બાબતે આર.ટી.આઈ પણ માંગેલ હોય અને તેઓએ આ ખરીદી કરેલ પેનલબોર્ડ જોવા માટે સરલા સ્મશાન ગૃહ ખાતે પહોંચી ગયા હતા ત્યાં કોઈ આ બીલ પ્રમાણે કોઈ પેનલબોર્ડ જોવા મળેલ નહોતા ત્યારે આ બાબતે ૧.૮૫ લાખ નું બીલ બનાવી બારોબાર નાણાની ઉચાપત ઉજાગર કરી હતી જે તે સમય ના પેનલબોર્ડ કે જેની કુલ કીમત આશરે ૧૮ હજાર થી વધુમાં ન થાય તેવા જ બોર્ડ જોવા મળેલ હતા એ પણ અગાઉ ની બોડીએ ખરિદી કરેલ હતા તેમ મનસુખભાઇ લબકામણાએ જણાવ્યું હતું તેઓએ જણાવેલ કે નવું પંચાયત ઘર બનેલ તેમાં પણ મોટાપ્રમાણમા ભ્રષ્ટાચાર થયો છે તે બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત પણ કરી છે અને આર.ટી.આઈ માંગેલ છે જેનો જવાબ હજું સુધી આપેલ નથી ત્યારે વધુમાં એક પેનલબોર્ડ ખરિદી માં ભ્રષ્ટાચાર ઉજાગર કરતાં આ ભ્રષ્ટાચાર નો ભોરીંગ સ્મશાન ગૃહ ને પણ છોડેલ નથી એ સાબિત થયું છે દિનપ્રતિદિન મુળી તાલુકાનાં ગામોમાં પંચાયત માં સરપંચ તલાટી દ્વારા ખોટા બીલો બનાવી ઉધારી ખરિદી કર્યા વગર નાણાં ઉચાપત થ‌ઈ રહ્યા ની રાવ મળતી હોય છે અને હવે માજા મુકી હોય તેમ ઉચાપત બહાર આવતી જાય છે અત્રે ઉલ્લેખનીય છે કે મનસુખ ભાઈ લબકામણા ના પત્ની જેઓ મુળી તાલુકા પંચાયત માં ઉપ પ્રમુખ તરીકે સેવા બજાવે છે અને તેઓના જ ગામ સરલા માં થતો પંચાયત માં ભ્રષ્ટાચાર ઉજાગર કરવા તેઓ આગળ આવતા ચકચાર મચી જવા પામી છે જયારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ પણ સરલા ના જ હોય ત્યારે આ જ ગામે ભષ્ટાચાર ફુલોફાલ્યો હોય તે નરી આંખે જોઈ શકાય છે તેમ મનસુખભાઇ એ જણાવ્યું હતું આવનાર સમયમાં આ બાબતે લેખિત માં રજુઆત ઉચ્ચ કક્ષાએ કરનાર છે આ પેનલબોર્ડ ઉમિયા પાઈપ એજન્સી માં થી ફકત બીલ લ‌ઈ ને નાણા ચુકવવા મા આવેલ છે જે ૧.૮૫ લાખ જેવી માતબર રકમ ની ઉચાપત થ‌ઈ છે આવું કોઈ પેનલબોર્ડ આવતું નથી ખરેખર આવી પેનલ ૧૮ હજાર માં બજારમાં મળતી હોય છે

રિપોર્ટર પરમાર ભગીરથસિંહ મુળી

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More