રંગોની હોળી ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હોલિકા દહન પછીના બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 24 અને 25 માર્ચે ઉજવવામાં આવશે. જો કે, 2024નું પ્રથમ ચંદ્રગ્રહણ 25 માર્ચે થવાનું છે, જે હોળીના તહેવારને અસર કરશે. ચંદ્રગ્રહણ એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખગોળીય ઘટના હોવા છતાં ભારતમાં તેનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ છે.
ગ્રહણ દરમિયાન પૂજા કરવા પર મનાઈ ફરમાવવામાં આવે છે. આ વખતે ગ્રહણ હોળીના દિવસે (હોળી પર ચંદ્રગ્રહણ) થવાનું છે. ચાલો જાણીએ કે ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં અને ક્યારે આપણે હોલિકા દહન કરી શકીશું.
25મી માર્ચે ચંદ્ર ગ્રહણ 2024 થશે
પંચાંગ અનુસાર ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂનમ 25 માર્ચ 2024 એ છે. આ દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ થવાનું છે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ 25 માર્ચે સવારે 10:23 વાગ્યે શરૂ થશે અને બપોરે 3:02 વાગ્યે સમાપ્ત થશે.
ચંદ્ર ગ્રહણ 2024 : સુતક લાગુ પડશે કે નહીં
વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 25 માર્ચે થશે અને તે ભારતમાં દેખાશે નહીં. ગ્રહણ ન દેખાતું હોવાને કારણે સુતક કાળ પણ માન્ય નથી અને હોળીના તહેવારની ઉજવણીમાં કોઈ અડચણ નહીં આવે.સુતક સમયગાળો ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા માન્ય છે અને આ સમયગાળા દરમિયાન પૂજા અથવા ધાર્મિક વિધિઓ જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી.ગ્રહણ દરમિયાન મંદિરોના દરવાજા બંધ કરીને મનમાં ભગવાનની પૂજા કરવામાં આવે છે.
ચંદ્ર ગ્રહણ 2024 : હોલિકા દહનનો સમય
હોલિકા દહન 24મી માર્ચે ઉજવાશે. હોલિકા દહનનો શુભ સમય 24મી માર્ચે બપોરે 11:12 થી 12:07 સુધીનો છે.
ચંદ્ર ગ્રહણની માનવ જીવન અને દેશ – દુનિયા પર ગંભીર અસરો થાય છે. (Photo – Freepik)
ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં?
ચંદ્ર ગ્રહણનું જ્યોતિષ શાસ્ત્રમાં ઘણું મહત્વ છે. આ ચંદ્ર ગ્રહણ આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ, ઈટાલી, જર્મની, ફ્રાન્સ, હોલેન્ડ, બેલ્જિયમ, દક્ષિણ નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, જાપાન, રશિયાનો પૂર્વ ભાગ, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા ઉપરાંત બાકીના ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના મોટાભાગના વિસ્તારોમાં દેખાશે. જો કે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં.
Author: ભાગવત ભૂમિ
Hi