વિસાવદર પી.જી.વી. સી.એલ.કંપનીની લેણી રકમ જમા નહિ કરાવતા વધુ એકને ૬૦દિવસની સજા

ધારાશાસ્ત્રી નયન જોશીની ધારદાર દલીલો

વિસાવદરતા.પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના જુનાગઢના અધિક્ષક ઈજનેર બી.ડી.પરમાર સાહેબની સૂચનાથી વિસાવદર પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનાસબ ડિવિઝન નંબર-(૨)ના અધિકારી કમલ અખેણીયા દ્વારા નાની મોણપરી ગામના વજુભાઇ રામભાઈ વાઘ(વાઘેલા) સામે રૂપિયા ૮૫,૯૪૧-૫૩પૈસા વસુલ મેળવવા માટે વિસાવદર કોર્ટમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના સબ ડિવિઝન નંબર-(૨) ના અધિકારી દ્વારા પેનલ એડવોકેટ નયન જોષી મારફતે દરખાસ્ત નંબર ૪૬/૨૩થી દરખાસ્ત દાખલ કરેલી હતી જે દરખાસ્તના કામમાં પ્રતિવાદીને વિસાવદર કોર્ટ તરફથી પૂરતી તકો આપવા છતાં પ્રતિવાદીએ કોઈ ગંભીરતા દાખવેલ નહિ કે કોર્ટમાં પણ હાજર રહેલા નહિ તેથી પ્રતિવાદી વિરુદ્ધ જંગમ જપ્તી વોરન્ટ કાઢવા હુકમ થયેલ ત્યારબાદ પણ પ્રતિવાદી તરફથી કોઈ રકમ જમા નહિ કરાવતા
પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનાસબ ડિવિઝન નંબર-(૨)ના અધિકારી દ્વારા તેમનું મોટર સાયકલ તથા મોબાઈલ વિસાવદર કોર્ટના બેલીફો એમ.ડી.વાઢેર તથા જીતેન્દ્ર લાલવાણી દ્વારા જપ્તીમાં લીધેલ ત્યારબાદ પ્રતિવાદીને સિવિલ જેલમાં બેસાડવા માટે વાદી તરફથી અરજી રજૂ કરવામાં આવેલી જે અરજીમાં પણ પ્રતિવાદી ને નામદાર કોર્ટ તરફથી હપ્તે હપ્તે રકમ ચૂકવવા તૈયાર હોવાનુ પૂછતાં પ્રતિવાદીએ ઇનકાર કરતા વિસાવદરના પ્રિન્સિપાલ સિવિલ જજ એસ.એસ.ત્રિવેદી દ્વારા પ્રતિવાદીનો જવાબ તથા વાદીની રજુઆત તથા એડવોકેટની દલીલો દયાને લઈને પ્રતિવાદી વજુભાઇ રામભાઈ વાધ (વાઘેલા)ને દિન-૬૦ની સિવિલ જેલમાં જુનાગઢ ખાતે મોકલી આપવા હુકમ કરતા વીજચોરી કરનારા લોકોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.આ અંગે પી.જી.વી.સી.એલ. કંપનીના સબ ડિવિઝન નંબર (૨)ના અધિકારી અખેણીયાએ જણાવેલ કે વિજબીલની રકમ દરેક લોકોએ નિયમિત ભરપાઈ કરી આપવા અપીલ કરેલી છે

Leave a Comment

Read More

Bhagvat Bhumi

Typically replies within minutes

Any questions related to વિસાવદર પી.જી.વી. સી.એલ.કંપનીની લેણી રકમ જમા નહિ કરાવતા વધુ એકને ૬૦દિવસની સજા?

🟢 Online | Privacy policy

join our group
WhatsApp Group