બચપન કલ, આજ ઔર કલ” થીમ આધારિત બાળકોએ શાનદાર અભિનય, નાટક અને કૃતિઓ રજૂ કરીને પ્રેક્ષકોને ખુબ પ્રભાવિત કર્યા હતા. ગુરુકુલ પરંપરાએ સમાજને માનવધર્મ અને રાષ્ટ્રધર્મનું વાસ્તવિક શિક્ષણ આપ્યું છે.
અંકલેશ્વરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે ૧૬ માં એન્યુઅલ – ડેની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના વડા સ્વામી કૃષ્ણસ્વરૂપ શાસ્ત્રીજી, ભરૂચ જિલ્લા કલેકટરશ્રી ડો. તુષાર સુમેરા સાહેબ, અંકલેશ્વર તાલુકા મામલતદારશ્રી કરણસિંહ રાજપુત સાહેબ, ટ્રસ્ટી કિશોરભાઈ પાનસુરીયા સાહેબ, જીઆઇડીસીના ઉદ્યોગપતિશ્રીઓ, વાલીશ્રીઓ તેમજ વિદ્યાર્થીમિત્રો વિપુલ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડો. તુષાર સુમેરા સાહેબે પોતાના વક્તવ્યમાં સ્વવિદ્યાર્થી જીવનના સંસ્મરણો યાદ કરી ગુરુકુલીય શૈક્ષણિક તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓની ભરપુર પ્રશંસા કરી હતી. તેથી સૌ વિદ્યાર્થીમિત્રોને આદર્શ પ્રેરણા મળી હતી. પૂજ્ય ગુરુજીએ કલેકટરશ્રીનું શાલ, પુસ્તક અને મોમેન્ટો આપીને બહુમાન કર્યું હતું. વર્ષ દરમિયાન શાળામાં શ્રેષ્ઠ દેખાવ બદલ વિદ્યાથીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ખરેખર શાળાના આચાર્યાશ્રી અમિતા મેડમ, હેમલતા મેડમ, અલ્કા મેડમ તેમજ શિક્ષકમિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા કમરકસીને મહેનત કરી હતી.
અહેવાલ કનુભાઈ ખાચર