વસંતપંચમી પર્વ પર ગોંડલ અનોખા કાર્યક્રમનું આયોજન

ગોંડલ,તા.13 ગોંડલ ફોરસ્ટ યુથ કલબ અને સાહિત્ય વર્તુળ ગોંડલ દ્વારા શ્રી ભગવતભૂમિ ગોંડલ ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમ ” વાંચે ગોંડલ “નું આયોજન કરવામાં આવેલ છે.વર્તમાન સમયમાં યુવા ભાઈ બહેનોમાં પુસ્તક વાંચનનું પ્રમાણ ખૂબ જ નહિવત થઈ ગયેલ છે.નાના મોટા સૌ કોઈ વાંચનથી વિમુક્ત થઈ રહ્યા છે.ગોંડલના યુવા ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કારના બીજ રોપાય તેમજ પુસ્તકો વાંચવાની ટેવ જાગૃત થાય તેવા શુભ આશય થી માઁ સરસ્વતીના પાવન પર્વ વસંતપંચમીના શુભ દિવસે તા.14મી ફેબ્રુઆરી બુધવારે ગોંડલ ની સમૃદ્ધ શ્રી ભગવતસિંહજી લાઈબ્રેરી ખાતે લાઈબ્રેરીમાંથી કોઈપણ પુસ્તકનું એક કલાક માટે વાંચન કરશે તેમને આયોજકો તરફથી સરપ્રાઈઝ કીટની ભેંટ આપવામાં આવશે..લાઈબ્રેરી માં વાંચન નો સમય સવારે 10 થી 12 અને બપોરે 4 થી 6 દરમ્યાન લાઈબ્રેરી માં બેસી પુસ્તક વાંચવાનું રહેશે..

 

ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ અને સાહિત્ય વર્તુળ ગોંડલ દ્વારા ગોંડલના યુવા વિદ્યાર્થી ભાઈ બહેનોને આ અનોખા કાર્યક્રમમાં ભાગ લેવા ઓપન ગોંડલ નિમંત્રણ પાઠવવામાં આવેલ છે..શાળા સંચાલકોને અપીલ કરવામાં આવી છે કે વાંચન સંસ્કાર ઘડતર અનોખા કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે અને મકરંદનગર શ્રી ભગવતભૂમિ ગોંડલની ભાવિ પેઢી પુસ્તક વાંચક પ્રત્યે જાગૃત બને.

 

ગોંડલના આંગણે પ્રથમ વખત આયોજિત વાંચે ગોંડલ કાર્યક્રમ સફળ બનાવવા હિતેશ દવે, ડો.દિપક લંગાલીયા, આર.ડી.મહેતા, મનીષ સોજીત્રા, ડો.સુધાંશુ મોરડીયા, દિપક ભટ્ટ, ડો પ્રો અનુપમા ભટ્ટ, મનસુખભાઇ અગ્રાવત, કિરણબેન દવે જહેમત ઉઠાવી રહ્યા છે.તેમ શિવરાજગઢ સામાજીક કાર્યકર ચંદ્રેશ પંડ્યાની યાદીમાં જણાવેલ છે.

Leave a Comment

Read More