Search
Close this search box.

Follow Us

દિલ્હી ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતના લડાયક ખેડૂત યોધ્ધાઓ સુધી મારી આ વાત પહોંચાડવા વિનંતી

સૌરાષ્ટ્રના દરેક ગામમાંથી ઓછામાં ઓછો 10-15 કરોડ પાકવીમો ખવાઈ ગયો એવું સાબિત થાય તો આપણે શું કરવું જોઈએ ?

ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી થયા પછી આ ભૂલ ભરેલી માપણીને માન્યતા મળી ગયા પછી એકપણ ખેતર ભૂલ વગરનું નથી એવી ખબર પડે તો શું કરવું જોઈએ ??

વ્હાલા ખેડૂતભાઇઓ હૂઁ આવું એટલા માટે કહી રહ્યો છું કે આ બન્ને મુદ્દે હૂઁ પાલભાઈ આંબલિયા વર્ષ 2016-17 થી સતત લડત કરું છું એની રજેરજની માહિતી એકત્રિત કરું છું દરેક તાલુકા જિલ્લા કક્ષાએ જઈને જેટલા ખેડૂતો જોડાય એટલાની ઉપસ્થિતિમાં સરકારના અધિકારીઓને સવાલ પૂછું પણ તેનો કોઈ અમલ થતો નથી….
જ્યારે એના કારણો તરફ હૂઁ જાઉં છું તો આપણી ખેડૂતોની અજ્ઞાનતા, અસંગઠિતતા, નાત, જાત, ધર્મ, પક્ષોમાં વહેંચાઈ જવાની નીતિ, હૂઁ એક નહિ જાઉં તો શું ફર્ક પડશે વાળો વિચાર…… આ બધાના કારણે આપણે ગુજરાતના ખેડૂતો ખૂબ જ મોટું નુકશાન ભોગવી રહ્યા છીએ….
ઉદાહરણ તરીકે જોઈએ તો વર્ષ 2019-20 ના વર્ષમાં જૂનાગઢ જિલ્લાના ખેડૂતોનો પાકવીમાના દાવાની કુલ રકમ 1755 કરોડ, રાજકોટ જિલ્લાના ખેડૂતોની પાકવીમાના દાવાની કુલ રકમ 2085 કરોડ, સુરેન્દ્રનગર જિલ્લામાં દાવાની કુલ રકમ 1015 કરોડ હતી… વર્ષ 2019-20 એ અતિવૃષ્ટિ વાળું વર્ષ હતું જે *48 કલાકમાં પાક નુકશાનીની અરજી કરવાની હતી તે 7.5 લાખ કરતા વધારે ખેડૂતોએ અરજી કરી હતી સરકારે પાક નુકશાની સામે આર્થિક પેકેજ જાહેર કરવું પડ્યું હતું…. પરંતુ જેનો તમે વીમો લીધો તે પાકનો પાકવીમાં મળ્યો નહિ અથવા તો નહિવત મળ્યો…આ વાતનો તમે ઇનકાર કરી શકશો નહિ…..
બીજું ઉદાહરણ જોઈએ…. ગુજરાતમાં 12220 ગામો ખોટી ભૂલ ભરેલી જમીન માપણીના ભોગ બન્યા…. *આ ગામોના જે જે ખેડૂતોને ખબર પડી એવા લગભગ 6 લાખ જેટલા ખેડૂતો પોત પોતાના જિલ્લામાં જમીન માપણી અધિકારીની ઓફિસે ધક્કા ખાઈ ખાઈ ને ચપ્પલના તળિયા ઘસી નાખ્યા પણ કોઈ ઉકેલ મળ્યો નહિ આ વાતનો પણ તમે ઇનકાર કરી શકશો નહિ..
ઉપરોક્ત બન્ને ઉદાહરણ જેમાં આપણે ખેડૂતો હેરાન પરેસાન છીએ પણ ઉકેલ નથી અને તેની સામે દિલ્હી ખેડૂત આંદોલન આટલું સક્ષમ કેમ ??
કારણ બહુ સ્પષ્ટ છે ઉપરના ફકરામાં મેં લખ્યું છે કે “”આપણી ખેડૂતોની અજ્ઞાનતા, અસંગઠિતતા, નાત, જાત, ધર્મ, પક્ષોમાં વહેંચાઈ જવાની નીતિ, હૂઁ એક નહિ જાઉં તો શું ફર્ક પડશે વાળો વિચાર…… આ બધાના કારણે આપણે ગુજરાતના ખેડૂતો ખૂબ જ મોટું નુકશાન ભોગવી રહ્યા છીએ”” આ જ મોટામાં મોટું કારણ છે
આપણે આપણાં હક્કનો પાકવીમો મેળવવો હશે તો સંગઠીત થવું પડશે…. આપણે ખોટી અને ભુલ ભરેલી જમીન માપણી રદ્દ કરવી હશે તો સંગઠીત થવું પડશે…. *આ બન્ને મુદ્દે પોત પોતાના ગામની એક લડત સમિતિ બનાવી હોય અને બધાને સંગઠીત કર્યા હોય તો ??? આવું થઈ શકે ખરું ???* જો આ થઈ શકે તો આપણે દિલ્હી ખેડૂત આંદોલનને પણ મદદ કરી શકીએ અને આપણાં હક્કની પણ લડત કરી શકીએ….. જવાબ તમારા પર મુકું છું
જો તમારો જવાબ “”હા”” હોય તો જો તમે અમારી સાથે લડતમાં જોડાવા માંગતા હોવ તો તમારું નામ, ગામ, તાલુકા સાથે મારા વોટ્સઅપ નંબર 9924252499 પર વોટ્સઅપ કરવા વિનંતી

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More