ગોંડલ નાગરીક સહકારી બેન્‍ક દ્વારા સભાસદો માટે ૧પ માર્ચ સુધી ભેટ વિતરણ

ગોંડલ તા.ર૬ : ગોંડલ નાગરિક સહકારી બેંક દ્વારા વર્ષ ર૦ર૩-ર૦ર૪ અંતર્ગત બેંકના પપ૦૦ સભાસદોને સભાસદ ભેટ આપવાનું ચાલુ છે. એક શેરમાં મફતલાલની ડબલ બેડ શીટ અને ર શેરમાં વેલસ્‍પનના ત્રણ ટુવાલ ત્રણ નેપકીનનો સેટ આપવામાં આવે છે. આ સભાસદ ભેટ બેંકની દરેક શાખામાં ઉપલબ્‍ધ છે. મુખ્‍ય શાખા માંડવી ચોક – ગોંડલ ખાતે સવારે ૧૦ થી સાંજે ૪ વાગ્‍યા સુધી અને બીજી બાજુ ન્‍યુ સરદાર માર્કેટયાર્ડમાં ગોંડલ, અન્‍ય રાજકોટ બ્રાન્‍ચ, દેરડી બ્રાન્‍ચ, જસદણ બ્રાન્‍ચ, શાપર બ્રાન્‍ચ, સાણથલી બ્રાન્‍ચ, આ બધી શાખામાં બપોરે ૩ થી સાંજના પ વાગ્‍યા સુધી ભેટ આપવામાં આવે છે. સભાસદોએ શેરની અસલ અને તેની ઝેરોક્ષ લાવવાની રહેશે.

આ સભાસદ ભેટ તા.૧પ-૩-ર૦ર૪ સુધી જ આપવામાં આવશે. તેમ ગોંડલ નાગરિક બેંકના ચેરમેન અશોકભાઇ પીપળીયાએ જણાવેલ છે.

Leave a Comment

Read More

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી મુળુભાઈ બેરાને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹100ની સબસિડી આપવાની રજૂઆત કરાઈ.