અમરેલી તાલુકાના જાળીયા ગામે સોની વેપારીને માર મારી લુંટ કરનાર પરપ્રાંતિય ગેંગને ગણતરીની કલાકોમાં પકડી પાડી, અમરેલી જિલ્‍લા સહિત ૧૧ ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

રોહીતભાઇ સતિષભાઇ ધાણક, ઉ.વ.૩૪, રહે.અમરેલી, ચકકરગઢ રોડ, સંકુલ વાળી શેરી, મુળ રહે. જાળીયા, તા.જિ.અમરેલી વાળા ગઇ તા.૨૯/૦૨/૨૦૨૪ ના રોજ પોતાની જાળીયા ગામે આવેલ શ્રીનાથજી જવેલર્સ નામની દુકાન બંધ કરી, જાળીયા ગામેથી અમરેલી તરફ પોતાનું મોટર સાયકલ લઇ આવતા હોય તે દરમિયાન રાત્રીના આશરે સાડા નવેક વાગ્‍યે જાળીયા ગામની બહાર, પેટ્રોલ પંપની આગળ વળાંકમાં પહોંચતા ચાર અજાણ્‍યા માણસોએ આ રોહીતભાઇના મોટર સાયકલ આગળ આવી, પાઇપ વડે રોહીતભાઇને માર મારી, તેની પાસે રહેલ કીટમાંથી ચાંદીની ગણપતિની મુર્તિ કિં.રૂ. ૧૦૦૦/- તથા રોકડા રૂ.૨૦૦૦/- મળી કુલ રૂ.૩૦૦૦/- ના મત્તાની લુંટ કરી, રોહીતભાઇને દોરડાથી બાંધી, બાવળની કાંટમાં નાખી દઇ નાશી જઇ ગુનો કરેલ હોય, જે અંગે રોહીતભાઇએ ચાર અજાણ્‍યા આરોપીઓ વિરૂધ્‍ધ ફરિયાદ આપતા અમરેલી રૂરલ પો.સ્‍ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૪૦૦૯૪/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૯૪, ૧૧૪, ૧૨૦બી, ૩૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્‍હો રજી. થયેલ.
ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્‍જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય,અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્‍હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા ઉપરોકત અનડીટેક્ટ લુંટના બનાવના અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ તેમજ આરોપીઓના વર્ણન અંગે માહિતી મેળવી, આવા વર્ણન વાળા ઇસમોની અંગે અમરેલી તાલુકા વિસ્‍તારમાં અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી હકિકત આધારે કમીગઢ – ઢોલરવા ગામની સીમમાંથી વર્ણન વાળા ચારેય ઇસમોને પકડી પાડી, પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં તેઓએ ઉપરોકત અનડીટેક્ટ લુંટનો ગુનો તેમજ પોતાના સાગરીતો સાથે અન્‍ય ઘરફોડ ચોરી, વાહન ચોરી સહિતની ૧૧ ગુનાનોની કબુલાત આપેલ છે.
🢣પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) જગદીશ માનસિંહ ડાવર, ઉ.વ.૨૫, રહે.ભુર છેવડી, ગજગઢ ફળીયા, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્‍યપ્રદેશ) હાલ રહે.બાંમણીયા, સુભાષભાઇ પટેલની વાડીએ, તા.વડીયા, જિ.અમરેલી.
(૨) રાજેશ રાયસિંહ દેહદિયા, ઉ.વ.૧૯, રહે.અરેન્‍ડી ફળીયા,તડવી ફળીયા, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્‍યપ્રદેશ) હાલ રહે.નાના આંકડીયા, મધુભાઇની વાડીએ, તા.જિ.અમરેલી.
(૩) અનીલ લીમસિંહ ડાવર, ઉ.વ.૧૯, ભુર છેવડી, ગજગઢ ફળીયા, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્‍યપ્રદેશ) હાલ રહે.નાના આંકડીયા, તા.જિ.અમરેલી.
(૪) સંજય બુધુભાઇ કીકરીયા, ઉ.વ.૨૦, રહે.ભુર છેવડી, ગજગઢ ફળીયા, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્‍યપ્રદેશ) હાલ રહે.કમીગઢ, મુન્‍નાભાઇ પટેલની વાડીએ, તા.જિ.અમરેલી.

🢣કબ્‍જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
એક ચાંદીની ગણપતિની મુર્તિ કિં.રૂ.૧૦૦૦/- તથા રોકડા રૂ.૨૦૦૦/- તથા એક હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી. નંબર GJ-03-HB-5465 કિં.રૂ.૨૦,૦૦૦/- તથા એક બજાજ પ્‍લેટીના મોટર સાયકલ રજી. નંબર MP-69-ME-6479 કિં.રૂ.૩૦,૦૦૦/-તથા એક બજાજ પલ્‍સર મોટર સાયકલ રજી. નંબર GJ-01-ML-5026 કિં.રૂ.૩૦,૦૦૦/- તથા એડ્રોઇડ મોબાઇલ ફોન નંગ – ૩, કિં.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૯૮,૦૦૦/- નો મુદ્દામાલ.
🢣પકડાયેલ આરોપીઓએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતઃ-
પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં, પોતે તથા પોતાના સાગરીતો સાથે મળી નીચે મુજબના ગુનાઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે.
(૧) પકડાયેલ ચારેક ઇસમોએ જાળીયા ગામે સોની વેપારીનો સોના ચાંદીનો થેલો લુંટ કરવાનો અગાઉ પ્‍લાન બનાવી, ગઇ તા.૨૯/૦૨/૨૦૨૪ ની રાત્રીના જાળીયા ગામ પાસે સોની વેપારી મોટર સાયકલ લઇ જતા હોય જેને પાઇપ વડે માર મારી, તેની બેગમાંથી ચાંદીની ગણપતિની મુર્તિ તથા રોકડા રૂ.૨૦૦૦/- ની લુંટ કરેલ. આ અંગે ખરાઇ કરતા અમરેલી રૂરલ પો.સ્‍ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૪૦૦૯૪ /૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૯૪, ૧૧૪, ૧૨૦બી, ૩૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજી. થયલ છે.
(૨) આજથી આશરે ૧૫-૨૦ દિવસ પહેલા પકડાયેલ આરોપી જગદીશ અને અનીલ તથા તેનો સાગરીત પ્રેમસીંગ હટલાભાઇ સિંગાડ રહે.અગેરા, તા.રાનાપુર, જિ.જાંબુઆ (મધ્‍યપ્રદેશ) એમ ત્રણેય જણા વડીયા તાલુકાના મેઘા પીપળી ગામે રાત્રીના સમયે ગયેલ અને એક બંધ મકાનમાં પ્રવેશ કરી, મકાનના બે રૂમ તથા રસોડાના તાળા તોડી, રૂમમાં રાખેલ કબાટમાં રાખેલ પાકીટમાંથી રોકડા રૂ.૫૦૦૦/- ની ચોરી કરેલ. આ અંગે ખરાઇ કરતા વડીયા પો.સ્‍ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૦૨૪૦૦૨૫/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો રજી. થયેલ છે.
(૩) આજથી એકાદ મહિના પહેલા પકડાયેલ આરોપી જગદીશ તથા તેનો સાગરીત રમેશ રાયસિંહ દેહદિયા રહેવાસી ગામ અરેન્ડી ફળીયા, તડવી ફળીયા, તા.જોંબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) બન્‍નેએ વડીયા તાલુકાના અનીડા ગામે એક બંધ મકાનમા પ્રવેશ કરી, મકાનની ઓરસીમાં ફીટ કરેલ લોખંડની ગ્રીલના દરવાજાના નકુચા તોડી, પતરાની પેટીમાંથી ચાંદીના છડા તથા તિજોરીમાંથી સોનાની વીટી તથા રોકડા રૂ.૨૦,૦૦૦/- ની ચોરી કરેલ. જે અંગે ખરાઇ કરતા વડીયા પો.સ્‍ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૦૨૪૦૦૨૦/૨૦૨૪, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો રજી. થયેલ છે.
(૪) આજથી આશરે દોઢેક મહિના પહેલા પકડાયેલ ચારેક ઇસમો અમરેલી તાલુકાના માલવણ ગામે રાત્રીના સમયે ગયેલ અને એક બંધ મકાનમાં પ્રવેશ કરી, મકાનની અંદરની જાળીના દરવાજાનો નકુચો કાપી તથા રૂમના દરવાજાના લોક તથા નકુચા નોડી રૂમની અંદરી રહેલ લાકડાના કબાટના લોક તોડી રોકડા રૂ.૧,૮૭,૦૦૦/- ની ચોરી કરેલ. આ અંગે ખરાઇ કરતા અમરેલી રૂરલ પો.સ્‍ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૪૦૦૩૦/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો ગુનો રજી. થયલ છે.
(૫) આજથી આશરે છએક મહિલા પહેલા પકડાયેલ આરોપી જગદીશએ અમરેલી તાલુકાના નાના આંકડીયા ગામે રાત્રીના ગયેલ અને એક હોન્‍ડા શાઇન મોટર સાયકલ બહાર શેરીમાં પડેલ હોય જે મોટર સાયકલની ચોરી કરી, બાદ આ મોટર સાયકલ મોટા આંકડીયા ગામ નજીક રોડ ઉપર પેટ્રોલ પુરૂ થતા મુકી જતો રહેલ. જે અંગે ખાત્રી કરતા અમરેલી રૂરલ પો.સ્‍ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૩૦૪૧૨/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ છે.
(૬) આજથી પંદરેક દિવસ પહેલા પકડાયેલ આરોપી જગદીશ તથા સંજય અને અનીલ એમ ત્રણેય જણા વડીયા તાલુકાના પીપરીયા (ખજુરી) ગામે આશરે સાંજના સમયે ગયેલ અને ત્યાં એક બંધ મકાનની દિવાલ કુદીને બંધ મકાનમાં પ્રવેશ કરેલ અને મકાનના દરવાજાના નકુચા તોડી રૂમમા પ્રવેશ કરી, કબાટમાંથી રોકડા રૂપીયા ૧૫૦૦/- તથા સોનાની બુટી નંગ- ૨ તથા ચાંદીના છડા નંગ- ૨ તથા ચાંદીની વીંટી નંગ- ૨ ની ચોરી કરેલ.
(૭) આજથી આશરે બે માસ પહેલા પકડાયેલ આરોપી જગદીશ અને સંજય તથા તેનો સાગરીત રમેશ રાયસિંહ દેહદિયા રહેવાસી ગામ અરેન્ડી ફળીયા, તડવી ફળીયા, તા.જોંબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) એમ ત્રણેય જણા અમરેલી તાલુકાના કમીગઢ ગામે રાત્રીના એકાદ વાગ્યે ગયેલ અને ત્યાં એક બંધ મકાનની દિવાલ કુદીને બંધ મકાનમાં પ્રવેશ કરેલ અને મકાનના દરવાજાના નકુચા તોડી રૂમમા પ્રવેશ કરી, કબાટમાંથી રોકડા રૂપીયા ૯૦૦૦/- ચોરી કરેલ.
(૮) આજથી આશરે બે ત્રણ માસ પહેલા આરોપી જગદીશ અને સંજય તથા તેનો સાગરીત રમેશ રાયસિંહ દેહદિયા રહેવાસી ગામ અરેન્ડી ફળીયા, તડવી ફળીયા, તા.જોંબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) એમ ત્રણેય જણા અમરેલી તાલુકાના વડેરા ગામે રાત્રીના ગયેલ અને ત્યાં એક બંધ દુકાનનુ પતરૂ બળ કરી હટાવી, દુકાનમાં પ્રવેશ કરેલ અને દુકાનમાંથી આશરે ૫ કિલો જેટલી સોપારી તથા નાસ્તાના પડીકા તેમજ બિસ્કીટની ચોરી કરેલ.
(૯) આજથી આશરે અઢી માસ પહેલા આરોપી જગદીશ તથા તેનો સાગરીત મહેશ હટલાભાઇ સિંગાડ રહે. અગેરા તા.રાનાપુર જિ.જાંબુઆ (મધ્યપ્રદેશ) તથા બારમ એમ ત્રણેય જણા બાબરા ગામે રાત્રીના એકાદ વાગ્યે ગયેલ અને ત્યાં એક બંધ મકાનની દિવાલ કુદીને બંધ મકાનમાં પ્રવેશ કરેલ અને મકાનના દરવાજાના નકુચા તોડી રૂમમા પ્રવેશ કરેલ ચોરી કરવા ગયેલ પરંતુ મકાનમાં કાઇ મળેલ ન હતુ.

(૧૦) આજથી આશરે એકાદ મહિલા પહેલા પકડાયેલ આરોપી જગદીશ અને અનીલ તથા તેનો સાગરીત ભાયો બગેલ રહેવાસી ગામ ઉત્ત્તી તા.જોબટ જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) એમ ત્રણેય જામનગર જિલ્‍લાના વાવડી ગામે રાત્રીના સમયે એક બંધ મકાનના તાળા તોડી, મકાનમાં પ્રવેશ કરી, ચોરી કરવા ગયેલ પરંતુ મકાનમાં કાંઇ મળેલ ન હતુ.
(૧૧) આજથી આશરે એકાદ મહિલા પહેલા આરોપી જગદીશ અને અનીલ તથા તેનો સાગરીત ભાયો બગેલ રહેવાસી ગામ ઉત્ત્તી તા.જોબટ જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) એમ ત્રણેય જામનગર જિલ્‍લાના ખીલોસ ગામે રાત્રીના સમયે એક બંધ મકાનના તાળા તોડી, મકાનમાં પ્રવેશ કરેલ પણ તે મકાનમાંથી કયાય મળેલ નહી.
પકડાયેલ આરોપીઓ તથા તેના સાગરીતો અલગ અલગ વાડી વિસ્‍તારમાં રહેતા અને ચોરી માટે અગાઉ પ્‍લાન બનાવી, મોટર સાયકલો લઇ ભેગા થઇ બંધ મકાનોને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપતા હતા. પકડાયેલ ચારેય આરોપીઓએ સોની વેપારીને લુંટ કરવાનો અગાઉ પ્‍લાન બનાવી, ગઇ તા.૨૯/૦૨/૨૦૨૪ ની રાત્રીના મોટર સાયકલો લઇ ભેગા થયેલ અને સોની વેપારીની રેકી કરી, રસ્‍તામાં પાઇપો લઇ ઉભા રહી, સોની વેપારી આવતા તેને પાઇપ વડે માર મારી લુંટ ચલાવી, દોરડાથી બાંધી, બાવળની કાંટમાં નાખી નાશી ગયેલ હોય, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી એ.એમ.પટેલ નાઓને બનાવની જાણ થતા એલ.સી.બી. અમરેલીની અલગ અલગ ટીમો બનાવી તુરંત જ બનાવ સ્‍થળની આજુ બાજુના વિસ્‍તારના રોડ રસ્‍તા, એન્‍ટ્રી એકઝીટ પોઇન્‍ટો ઉપર સખત નાકાબંધી કરી, આરોપીઓના વર્ણનની માહીતી મેળવી, આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં સફળતા મળેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ, તથા એ.એસ.આઇ. ભગવાનભાઇ ભીલ તથા હેડ કોન્‍સ. કિશનભાઇ આસોદરીયા, આદિત્‍યભાઇ બાબરીયા, જાહીદભાઇ મકરાણી તથા પો.કોન્‍સ. ઉદયભાઇ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે.

Alpesh Undhad
Author: Alpesh Undhad

Leave a Comment

Read More