Search
Close this search box.

Follow Us

ધ્રાંગધ્રા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આશા વર્કર અને ફેસિલિટર બહેનોનું વિરોધ પ્રદર્શન

દેશમાં શ્રમીકો થી લઈને કામદારો માટે લઘુતમ વેતન કાયદો અમલમાં છે પણ ખાનગી સંસ્થાઓ, ફેક્ટરીઓ, કારખાનામાં કામદારો સાથેના અન્યાયની વાતો સહજ રીતે જોવા મળતી હોય છે પણ રાજ્ય સરકાર પણ આ અન્યાય ની પરમ્પરાને પોતે જ વહેતી રાખવા માંગતી હોય એમ અનેક કિસ્સાઓમાં ધરાહર નિમ્ભર બનતી નજરે ચઢી રહી છે. ધ્રાંગધ્રા તાલુકામાં સગર્ભા, શિશુ અને વાઇરલ રોગોમાં ખડે પગે કામગીરી બજાવતી આશા વર્કર અને ફેસિલિટર બહેનો પોતાને થઇ રહેલા અન્યાય સામે બાણ ચઢાવતી નજરે પડી હતી. બહેનો દ્રારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે પોતાની માંગણીઓ ને રજુ કરવામાં આવી હતી અને આગામી સમયમાં પોતાની માંગ ને જિલ્લા કલેકટર સુધી લઇ જઈને ઉચિત ન્યાય સુધી ઉગ્ર લડતની ચીમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે ઠેર ઠેર આશા વર્કરો 2005 થી નોકરી કરતી બહેનોને કાયમી કરવા સાથે નિવૃત્તિ સમયે પેનશન, ગ્રેજ્યુએટી અને પીએફ સહિતના લાભો આપી સન્માનિત ન્યાયની માંગણીઓ કરી રહી છે. તેમજ પોતાના પગાર નિયમિત થાય તેમાં સમયાંતરે વધારો આપવામાં આવે અને બોનસ પણ આપવામાં આવે તેવી માંગ સાથે આશા વર્કર બહેનો ને ફેસિલિટર તરીકે અને ફેસિલિટીર બહેનો ને એફ એચ ડબલ્યું તરીકે પ્રમોશન આપી તેમના યોગદાન ની સાચા અર્થમાં સન્માનિત સરાહના કરવામાં આવે તેવી માંગણીઓ સાથે મેદાને ચઢી હતી.

રિપોર્ટ :રવિરાજ સિંહ પરમાર…ધાંગધ્રા

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More