Search
Close this search box.

Follow Us

કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ગેર કાયદેર પિસ્ટલ તથા જીવતા કાર્ટીસ નંગ-૨ સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્ય


રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાડૌડ સાહેબ દ્વારા ગેર કાયેદસર હથિયારો રાખતા ઇસમો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સબ.ઇન્સ. શ્રી એચ.સી.ગોહિલ અને એલ.સી.બી. શાખાના સ્ટાફના માણસો કામગીરી સબબ કોમ્બીંગ નાઇટ પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ. બ્રીજરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. અબ્બાસભાઇ ભારમલ નાઓને ખાનગી રાહે મળેલ હકિકત આધારે કોઠારીયા થી કોટડા સાંગાણી તરફ જતા રોડ ઉપર નારણકા ચોકડી પાસે એક ઇસમને ગેરકાયદેસર પિસ્ટલ (અગ્નીશસ્ત્ર) હથિયાર તથા જીવતા કાર્ટીસ નંગ-૨ સાથે પકડી પાડી કોટડા સાંગાણી પો.સ્ટે. હથિયાર ધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

(৭) જયપાલભાઇ જગુભાઇ ગોવાળીયા જાતે.કાઠી દરબાર ઉ.વ.૨૩ ધંધો.ખેતી રહે.ચોટીલા, મફતિયાપરા-૨, તા.ચોટીલા, જી.સુરેન્દ્રનગર.

કબજે કરેલ મુદ્દામાલ

અગ્નીશસ્ત્ર (હથિયાર) પિસ્ટલ નંગ-૧ કિ.રૂ. ૨૫,૦૦૦/- જીવતા કાર્ટીસ નંગ-૨ કિ.રૂ.૨૦૦/-

કુલ કિ.રૂ. ૨૫,૨૦૦/-

કામગીરી કરનાર

આ કામગીરી એલ.સી.બી રાજકોટ ગ્રામ્યના પો.ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એચ.સી.ગોહિલ તથા શ્રી ડી.જી.બડવા તથા પેરોલ ફર્લો શાખાના પો.સબ.ઇન્સ. શ્રી એસ.જે.રાણા તથા એલ.સી.બી. શાખાના એ.એસ.આઇ. બ્રીજરાજસિંહ જાડેજા, બાલકૃષ્ણાઇ ત્રીવેદી, અમીતસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ. અનિલભાઇ ગુજરાતી, દિગ્વિજયસિંહ રાઠોડ, વાઘાભાઇ આલ, ધનશ્યામસિંહ જાડેજા તથા પેરોલ ફર્લો શાખાના પો.કોન્સ. અબ્બાસભાઇ ભારમલ, રસીકભાઈ જમોડ, મહિપાલસિંહ ચુડાસમા, દિલીપસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

Alpesh Undhad
Author: Alpesh Undhad

Leave a Comment

Read More