રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી અને આમ આદમી પાર્ટીના દિનેશભાઈ જોશીની જણાવે છે કે ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રાજકોટ લોકસભાના પરેશભાઈ ધાનાણીના પ્રચારાર્થે બુથ લેવલનું માઇક્રો પ્લાનિંગ સબબ બુથ ના કાર્યકર્તાઓ અને વોડૅ ઇન્ચાર્જ વોર્ડ પ્રમુખો અને કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા ઓ માટે શહેરના વોર્ડ નંબર 1,2 અને 3ના આગેવાનોનું શહેરના રૈયા રોડ પરની બ્રહ્મ સમાજની વાડીમાં યોજવામાં આવ્યું હતું તેમજ વોર્ડ નંબર 4,5 અને 6 ના વિધાનસભા 68 ના આગેવાનો અને કાર્યકર્તાઓના માર્ગદર્શન માટે શહેરના ભાવનગર રોડ પરના પટેલ વાડી પાસેના, ગેલ આર્કેડ ખાતે મીટીંગ નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રદેશના આગેવાનો અને શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ બુચ અંગેના નિયમો અને કરવામાં આવનારી કામગીરી ની જાણકારી આપી હતી.
આ સંમેલનમાં કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઈ જોશી શહેરના અને પ્રદેશના કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જસવંતસિંહ ભટ્ટી રાજુભાઈ ચાવડીયા, તુષાર નંદાણી, મેઘજીભાઈ રાઠોડ, દિલીપભાઈ આસવાણી, રમેશભાઈ જુંજા ગાયત્રીબા વાઘેલા, મનીષાબા વાળા, ગૌરવ પુજારા, યુનુસ જુણેજા, ઠાકરશીભાઈ ગજેરા , રાહુલ ભુવા, પંકજ દુધાગરા, અશોકસિંહ વાઘેલા, સંજયભાઈ લાખાણી, રાજલબેન ગઢવી, પાલજીભાઈ, જય કારીયા, કલ્પેશ પીપળીયા, સલીમભાઈ કારિયાણી, રઘુભાઈ રાવલ, જીતુભાઈ ઠાકર, અમિતભાઈ ઠાકર, દીપક મકવાણા, જે કે અણદાણી, રૈયાભાઈ બાંધવા, ભરતભાઈ મકવાણા, ગોવિંદભાઈ સભાયા, મુકેશભાઈ જાદવ, અશોકભાઈ ડોબરીયા રહીમભાઈ સોરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
અતુલ રાજાણી,
(મો :- 94262 29396).