ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીશ્રી.જશવંતસિંહ ભટ્ટી (મો.નં. ૯૮૨૫૨ ૨૨૦૨૨) જીવનનાં ૬૫ વર્ષ પરિપૂર્ણ કરીને ૬૬માં વર્ષમાં મંગલ પ્રવેશ…

 

      તદ્દન યુવા વયે જ ધર્મેન્દ્રસિંહજી કૉલેજનાં જી.એસ.બન્યાં ત્યારથી સતત અણનમ એકધારી વફાદારીપુર્વક કૉંગ્રેસ પક્ષની વિચારધારાને, કૉંગ્રેસનાં આદર્શૉને આત્મસાત કરીને શરૂ થયેલ રાજકીય સફર રાજકોટ NSUI પ્રમુખ,પ્રદેશ NSUI પ્રભારી,સેનેટસભ્ય,રાજકોટ શહેર યુવક કૉંગ્રેસ પ્રમુખ,પ્રદેશ યુવક કૉંગ્રેસ પ્રભારી,રાજકોટ શહેર કૉંગ્રેસનાં સતત ૧૦ વર્ષ પ્રમુખ તરીકે એક આંદોલનકારી નેતા તરીકેની ઓળખ ઉભી કરી, ગિર-સૉમનાથ જિલ્લા કૉંગ્રેસનાં પુર્વ પ્રભારી તથા જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિનાં પ્રભારી, સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન કોંગ્રેસ પ્રોટોકોલ ઇન્ચાર્જ,સૌરાષ્ટ્ર કચ્છ ઝોન કોંગ્રેસનાં કોઓર્ડીનેટર જેવી અનેકવિધ જવાબદારીઓ નિભાવીને હાલ સતત ત્રીજી ટર્મથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સુધીની અડીખમ રાજકીય અને સેવાકીય સુદીર્ઘ સફર કાપીને લોકહ્રદયમાં અને કોંગ્રેસ પક્ષમાં મુઠીઉંચેરુ સ્થાન પ્રાપ્ત કરનાર શ્રી.જશવંતસિંહ ભટ્ટીસાહેબને આજરોજ તેમનાં જન્મદિન નિમિત્તે ખુબ-ખુબ શુભેચ્છાઓ.અનેક પ્રલોભનો છતાં અને કપરી વેળાએ પણ હરહંમેશ કૉંગ્રેસ પક્ષનાં જ આદર્શોમાં પુર્ણ વફાદારીથી ફરજૉ નીભાવીને પક્ષ તરફની નિષ્ઠા અને વફાદારીની એક મીશાલ કાયમ કરી છે. આપ આપનાં જીવનમાં સદૈવ પ્રગતિ કરૉ તેવી આપનાં જન્મદિન નિમિતે શુભકામનાઓ…

Leave a Comment

Read More