*ભવ્યાતી ભવ્ય દાતા સન્માન અને શ્રી લેવા પટેલ સમાજ સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે.*
શ્રી લેઉવા પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ – ગોંડલ અને શ્રીમતી જે. એમ. કાછડીયા લેઉવા પટેલ કન્યા છાત્રાલય ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૪/૫/૨૦૨૪ ને શનિવાર ના રોજ સાંજે ૬:૦૦ કલાકે શ્રી રમેશભાઈ ધડુકના અધ્યક્ષ સ્થાને દાતા સન્માન અને શ્રી લેઉવા પટેલ સમાજનું સ્નેહમિલન યોજવામાં આવશે આ કાર્યક્રમનો ઉદ્દેશ સમાજના જરૂરિયાતમંદ લોકોની દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે આગામી સમયમાં નિર્માણ કરનાર શાળા અને કોલેજનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું “વિદ્યા શક્તિ ” ભવન કે દાતાઓએ દાતારી બતાવીને સહયોગ કરેલ છે તેનું સમયાંતરે સન્માન કરવું એ સમાજના નાગરિક તરીકે આપણી સૌની ફરજ છે સાથે સાથે નવી પેઢી શિક્ષિત અને દીક્ષિત બને સમાજમાં એકતાના દર્શન થાય સંગઠન ભાવના મજબૂત બને અને શૈક્ષણિક અને સામાજિક કાર્યનો લક્ષ્યાંક સિદ્ધ થાય એ હેતુથી આ કાર્યક્રમમાં સહકુટુંબ પધારવા શ્રી લેઉવા પટેલ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ ધડુક અને સમગ્ર ટ્રસ્ટી મંડળ સૌ સમાજના લોકોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરે છે