રાજકોટ જિલ્લાનું પરીણામ ૯૨.૦૬%, ૭,૩૬૩ ઉમેદવારો ઉત્તીર્ણ થયા
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ તા. ૦૯ મે – ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા-૨૦૨૪ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરેલ છે. રાજ્યનું પરિણામ ૮૨.૪૫% આવેલ છે. રાજકોટ જીલ્લાનું પરીણામ ૯૨.૦૬% રહ્યું છે. કેદ્રવાર પરિણામોમાં ધોરાજીનું ૯૩.૯૧%, ગોંડલનું ૯૪.૬૩%, જેતપુરનું ૮૭.૯૬%, રાજકોટ પૂર્વનું ૮૮.૧૫%, રાજકોટ પશ્ચિમનું ૯૨.૧૧%, જસદણનું ૮૭.૧૩%પરિણામ આવેલ છે.
રાજકોટમાંથી ૮૦૧૩ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાંથી ૭૯૯૮ ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. કુલ ૭,૩૬૩ ઉમેદવારો ઉત્તીર્ણ થઈને પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઠર્યા છે. ૯૬ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ, ૧૦૬૩ વિદ્યાર્થીઓ A2 ગ્રેડ,૧૯૯૧ વિદ્યાર્થીઓ B1 ગ્રેડ,૧૮૯૯ વિદ્યાર્થીઓ B2 ગ્રેડ, ૧૩૬૦ વિદ્યાર્થીઓ C1 ગ્રેડ, ૮૩૧ વિદ્યાર્થીઓ C2 ગ્રેડ ,૧૨૨ વિદ્યાર્થીઓ D ગ્રેડ સાથે પાસ થયા છે. માર્ચ ૨૦૨૩માં લેવાયેલ પરીક્ષામાં પ્રમાણપત્ર મેળવવાને પાત્ર ઉમેદવારોની ટકાવારી ૬૫.૫૮% હતી, જે આ વર્ષે ૨૦૨૪માં ૮૨.૪૫% થઇ છે. તેમ બોર્ડ અધ્યક્ષશ્રીની યાદીમાં જણાવાયું છે.