Search
Close this search box.

Follow Us

રીક્ષા ચલાવતા ગરીબ પિતાના પુત્ર પઠાણ રિઝવાનએ ધોરણ 10 માં મેળવ્યા 99.98 pr

આજરોજ ધોરણ 10 નું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયું. જેમાં ગંગોત્રી સ્કૂલ-ગોંડલમાં અભ્યાસ કરતો પઠાણ રિઝવાનએ 99.98 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડ માં દ્વિતીય સ્થાન મેળવી એક રીક્ષા ચાલક પિતાના પુત્રએ સફળતાનું શિખર સર કર્યું છે. પઠાણ રીઝવનાએ એક ગરીબ પરિવારનો પુત્ર છે. તેના પિતા રીક્ષા ચલાવે છે તેમના માતા પણ સાફ – સફાઈનું કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. અભ્યાસમાં તેજસ્વી એવા પઠાણ રિઝવાનનાં ઘરની આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી છે સ્કૂલની ફી પણ ભરી શકે તેમ ન હોવાથી આ દીકરો અને તેના માતા પિતા સારી સ્કૂલમાં અભ્યાસ કરવા માટે મૂંઝવણ અનુભવતા હતા ત્યારે આ બાબતની ગંગોત્રી સ્કૂલને જાણ થતાં ગંગોત્રી સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદીપ છોટાળાએ તેની આ મૂંઝવણને દુર કરી તેના સંઘર્ષમાં સાથીદાર બન્યા. પાઠણ રીઝવાનએ ધોરણ 10 માં નિયમિત 9 થી 10 કલાકની તનતોડ મહેનત કરી છે. ત્યારે રીક્ષા ચલાવતા પિતાના પુત્રએ આજે આવું ઉત્તમ પરિણામ મેળવી તેમણે પોતાના પિતાના સ્વપ્નને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. તેમના કહેવા મુજબ તેઓ આ સમગ્ર પરિણામનો શ્રેય ગંગોત્રી સ્કૂલની ટીમને આપે છે. તેમના કહેવા મુજબ દરેક શિક્ષકો પાસેથી જરૂરી તાત્કાલિક માર્ગદર્શન મળી રહેતું. એજ્યુકેશન સિસ્ટમ, નિયમિતતા અને સતત વ્યક્તિગત કાળજી આ સ્કૂલમાં અપાય છે અને ખાસ તો ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર એન્ડ ચેરમેન સંદિપ છોટાળાના વિશેષ માર્ગદર્શનથી આ સ્કૂલ દરેક ધોરણમાં વર્ષોથી આવું સુંદર પરિણામ મેળવે છે. હવે પઠાણ રિઝવાનને આગળ કોમર્સમાં અભ્યાસ કરી C.A  નો અભ્યાસ કરી પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવાની મહેચ્છા ધરાવે છે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More