સામાન્ય પરિવારના દિકરા સરવૈયા પ્રીતએ ધોરણ-10 ની પરીક્ષામાં મેળવ્યું અવિસ્મરણીય પરિણામ……

 

 

આજરોજ ધોરણ 10 નું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયું. જેમાં ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતાં સરવૈયા પ્રીતએ 99.96 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડ માં ચોથું સ્થાન મેળવ્યું. સરવૈયા પ્રીત એક સામાન્ય પરિવારનો દિકરો છે. તેના પિતા GETCO માં નોકરી કરે છે. અભ્યાસમાં પહેલેથી જ તેજસ્વી એવા સરવૈયા પ્રીતના ઘરની આર્થિક પરિસ્થિતિ સામાન્ય છે. સરવૈયા પ્રીતએ ધોરણ-10 માં નિયમિત 9 થી 10 કલાકની તનતોડ મહેનત કરી છે. ત્યારે મહેનતુ દિકરાએ આજે આવું ઉત્તમ પરિણામ મેળવી તેમણે પોતાના પિતાના સ્વપ્નને સાચા અર્થમાં સાર્થક કરી શ્રેષ્ઠ નામ કરી બતાવ્યું છે. તેમના કહેવા મુજબ તેઓ આ ઉત્તમ પરિણામનો સમગ્ર શ્રેય ગંગોત્રી સ્કૂલની ટીમને આપે છે. તેમના કહેવા મુજબ દરેક શિક્ષકો પાસેથી જરૂરી તાત્કાલિક માર્ગદર્શન મળી રહેતું. ગંગોત્રી સ્કૂલની શૈક્ષણિક પદ્ધતિ, સતત વ્યક્તિગત માર્ગદર્શન અને કાળજી આ સ્કૂલમાં અપાય છે અને ખાસ તો ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર એન્ડ ચેરમેન સંદિપસર છોટાળાના વિશેષ માર્ગદર્શનથી હું આવું શ્રેષ્ઠ પરિણામ મેળવી શક્યો છું.

હવે સરવૈયા પ્રીત આગળ સાયન્સનો અભ્યાસ કરી સોફ્ટવેર એન્જીનિયર બની પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવાની મહેચ્છા ધરાવે છે. આવું શ્રેષ્ઠ પરિણામ મેળવી સ્કૂલનું, સમાજનું અને પરિવારનું ગૌરવ વધારવા બદલ ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર એન્ડ ચેરમેન સંદિપસર છોટાળા તેમજ પ્રિન્સિપાલ કિરણ મેડમ દ્વારા સરવૈયા પ્રીત અને તેમના પરિવારને મીઠું મોઢું કરાવી તેમની ઉત્તમ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.

Leave a Comment

Read More