Search
Close this search box.

Follow Us

નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર (નાની નાગલપર,અંજાર,કચ્છ) દ્વારા 25, 26 મે એ પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું આયોજન  

 

નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગો ઉત્પાદન, ગૃહ ઉદ્યોગ પ્રશિક્ષણ વર્ગનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. 25 મે, શનિવારે સવારે 9 વાગ્યાથી 26 મે રવિવારના રોજ સાંજે 5 વાગ્યા સુધી  નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર નાની નાગલપર અંજાર કચ્છ ગુજરાત ખાતે પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બે દિવસીય પ્રશિક્ષણ વર્ગનું ઉદઘાટન મેઘજીભાઈ હિરાણી (ગો સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક) દ્વારા કરવામાં આવશે. વર્ગમાં ગો નાઈલ, ધુપ બતી, ગોબર કુંડા, ગલ્લા પેટ, ચકલી ઘર, લક્ષ્મી જી, ફુલ ડાંડી, મચ્છર તેલ, ગણેશ 3″, ગણેશ 12″, ખજુર કુલ્ફી, હવન સામગ્રી કંડા, નેચરલ જ્યુશી, રૂદયમ્ પે, વાઢિયા મલમ, પાચક ચૂર્ણ, નેત્ર, આંખના ટિપા, પંચગવ્ય નસ્ય, નિમ અર્ક, શુભ લાભ, તોરણ, માળા, બેરખા, બેબી પાવડર, છાસ મસાલો, ગોબર પુટી (કલર), રુઝાન સ્પ્રે, ફેસપેક, ત્રિફળા ચૂર્ણ, શેમ્પૂ, દંતમંજન, મોબાઈલ ચિપ્સ, સર્વદર્દ હર તેલ, સાબુ, રાખડી, ધૂપ કપ, પાવડર, પત્રિકા, ગોબર માંડવો, કિચેન વગેરેનું પ્રેક્ટિકલ પ્રશિક્ષણ આપવામાં આવશે. આ ઉપરાંત કમર, ઘૂંટણ, સાઈટીકાનાં દુઃખાવા માટે પ્રેક્ટીકલ ચિકિત્સા શીખવવામાં આવશે.

વર્ગમાં પુર્ણ સમય રહેવું ફરજીયાત છે. ચાલુ વર્ગમાં ફોન બંધ રાખવાનો રહેશે. બહેનો માટે અલગ રહેવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. અંજાર બસ, રેલવે થી વર્ગ સ્થાન સુધી લાવવા-મુકવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. વર્ગમાં ભાગ લેનાર સૌ ને પંચગવ્ય ઉત્પાદન કીટ આપવામાં આવશે.

આ પ્રશિક્ષણમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન શુલ્ક 1500 જમા કરાવવાના રહેશે. મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી લેવું. આ અંગેની વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર નાનીનાગલપર, અંજાર, કચ્છ, ગુજરાત (મો. 94280 81175) પર સંપર્ક મેઘજીભાઈ હિરાણીની યાદીમાં જણાવાયું છે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More