Search
Close this search box.

Follow Us

 

વિસાવદરતા.વિસાવદર સિવિલ કોર્ટમાં પી.જી.વી.સી. એલ.કંપની ના સબ ડિવિઝન નંબર (૧)ના કાર્યક્ષેત્રમાં આવતા જુદા જુદા ગામના લોકો દ્વારા પોતાના રહેણાંકી મકાને પી.જી.વી.સી.એલ. કંપનીની હળવા દબાણની લાઈનમાં આંકડા મારી પીળા કલરના સર્વિસ વાયરને જોડી પોતાના રહેણાંકી મકાનમાં વીજ વપરાશ કરતા હોય આ બાબતે વીજ ચેકીંગ કરાતા તેઓ પાવરચોરી કરતા પકડાઈ ગયેલા જેથી તેમની સામે પાવરચોરીની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલ ત્યારબાદ કંપની તરફથી બિલ મોકલવામાં આવેલ જે પાવરચોરીના વિજબીલની રકમ પ્રતિવાદી દ્વારા વિજકચેરીમાં ભરપાઇ ન કરતા કંપની વતી નાયબ ઈજનેર દર્શનાબેન વિસાવાડિયા દ્વારા વિસાવદર કોર્ટમાં પી.જી.વી.સી.એલ.ના પેનલ એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા તા.૧૧/૦૩/૨૪ના રોજ ચાર દાવા દાખલ કરેલ ત્યારબાદ પણ પ્રતિવાદીઓને રકમ ભરવા તથા સમાધાન માટેની તક આપવા છતાં પ્રતિવાદીઓ કોર્ટમાં હાજર રહેલા નહિ.

આ કામમાં ઘણા જ ટૂંકાગાળામાં એટલે કે દોઢ માસ જેટલા સમયમાં તેમની સામેના દાવાઓ ચાલી જતા વિસાવદર સિવિલ જજ એસ.એસ.ત્રિવેદી સાહેબ દ્વારા પ્રતિવાદીને દાવાવાળી રકમ તથા તેના ઉપરના ડી.પી.સી.ચાર્જ સહિત ની રકમ,વકીલ ફી તથા કોર્ટ ફી સહિતની રકમ ચૂકવવાનો માત્ર દોઢ મહિના જેવા સમયગાળામાં હુકમ કરતા પાવરચોરી કરી વિજબીલની રકમ વર્ષોસુધી નહિ ચૂકવતા લોકોમાં ફફડાટ મચી ગયેલ છે અને કોર્ટોમાં વર્ષોસુધી કેસ ચાલે તેવી માન્યતા ઉપર પડદો પડી ગયેલ છે.આ કામમાં પી.જી.વી.સી.એલ. કંપની તરફથી વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશી રોકાયેલ હતા.(ફોટા સાથે)

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More