*નો ડ્રગ્સ ના મેસેજ સાથે ઉજવાયો વિશ્વ સાયકલ દિવસ*

 

 

યુનાઇટેડ નેશન્સ દ્વારા દર ૩ જૂન ના રોજ પર્યાવરણ અને આરોગ્યનીં સ્વસ્થતા જળવાય રહે માટે વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ઈન્વિન્સિબલ એન.જી.ઓ દ્વારા ભાવનગર ખાતે વેહલી સવારે ૧૦ કિમી સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડ્રગ્સ જાગૃતતા માટે NO DRUGS CAMPAIGN નો મેસેજ આપ્યો હતો જેમાં આશરે

60 જેટલા લોકો જોડાયા હતા

 

ઈન્વિન્સિબલ એન.જી.ઓ. ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન છે જે યુવાઓના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે આ ઉપરાંત જ યુવાઓમાં ફેલાઈ રહેલા ડ્રગ્સ દુષણને ડામવા માટે કમર કસી નિરંતર પ્રયત્નો કરી રહ્યા છે. માટે વિશ્વ સાયકલ દિવસના દિવસે ૧૦ કી.મી સાયકલિંગ માધ્યમથી NO DRUGS CAMPAIGN નો મેસેજ આપ્યો હતો અને ઇન્વિન્સિબલ એન.જી.ઓ. ના વોલેન્ટિયર્સ દ્વારા લોકોને ડ્રગ્સ ના દુષણને દૂર કરવા માટે આહવાન કર્યું હતું અને સામાજિક કટિબદ્ધતા દાખવી હતી.

Leave a Comment

Read More