રાજકોટનાં લોકોને પાણી પૂરું પાડતા મુખ્ય ડેમો આજી-1, ભાદર-1, ન્યારી-1 વર્ષો પહેલા બનેલા ત્યારે રાજકોટની વસ્તી માત્ર 2 થી 4 લાખની હશે ત્યારબાદ રાજકોટની વસ્તી અનેક ગણી વધી ગઈ છે. તેથી પાણીનો વપરાશ ખુબ વધી ગયો છે. હાલમાં ખુબ સારો વરસાદ થાય છે, તેનાથી રાજકોટમાં દરેક ડેમો લગભગ દર વર્ષે ઓવરફલો થઈ જતા ઘણું પાણી દરિયામાં જતું રહે છે છતાં પણ વરસાદ પૂરો થતા થોડા સમયમાં રાજકોટના લોકો માત્ર નર્મદાના પાણી પર આધારિત થઇ જાય છે. તે પાણીનું કરોડો રૂપિયાનું બીલ રાજકોટ મ્યુન્સીપલ કોર્પોરેશનને કાયમી માટે ભારરૂપ છે. જયારે નર્મદામાં ઉપર વાસ વરસાદ ન હોય કે કોઈ પણ કારણોસર નર્મદા ડેમમાં પુરતું પાણી ન હોય ત્યારે આપણા આ રાજકોટની ૨૦ થી ૨૨ લાખની વસ્તીને પાણીની ગંભીર સમસ્યા ન સર્જાઈ તેના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ડેમોમાંથી તાત્કાલિક બધા દબાણો દુર કરીને પ્રથમ એક ડેમ ન્યારી-1 માંથી બધું પાણી પહેલા વાપરીને ખાલી કરાવવા માટે રાજકોટનાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, મ્યુનિસિપલ કમિશનર ડી.પી દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વોટર વર્કસ સમિતિ, કલેકટર પ્રભવ જોશી અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર સિંહ જાડેજાને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેથી વર્ષોથી ભરાયેલી માટી, કચરો,મોરમ,પથ્થર જેવો કોઈ પણ જાતનો વધારાનો સામાન ઉપાડીને ડેમ વધુમાં વધુ ઊંડા કરવાથી ડેમમાં એકઠા થતાં પાણીની ક્ષમતામાં ખુબ મોટો વધારો થશે. દર વર્ષે એક પછી એક એમ બધા ડેમોને ઊંડા કરવાથી રાજકોટ શહેરનાં લોકો પાણીને લઈને આત્મનિર્ભર બની જાશે, એક જ વખત ડેમ ઊંડું કરવા માટે વધારેમાં વધારે ખર્ચ કરવાથી કાયમી માટે નર્મદાના ૪૦૦ કિલોમીટર દુરથી પાણી માટે કરોડો રૂપિયાનો બોજ ઘટી શકે છે.
Author: ભાગવત ભૂમિ
Hi