લોક દરબાર”માં વોર્ડ નં.૧૪ના નાગરિકો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગના કુલ-૭૭  પ્રશ્નો/રજુઆતો રજુ કરવામાં આવ્યા.

વોર્ડ નં.૧૪માં મેયરશ્રી તમારા દ્વારે” (લોક દરબાર) કાર્યક્રમ યોજાયો.

“સ્વાભાવિક છે લોકોના પ્રશ્નો સાંભળવા માટે જ લોક દરબાર યોજ્યો છેઆજે જે નાગરિકોના પ્રશ્નો રજૂ થયા છે તેનું સતત ફોલોઅપ લઈને હકારાત્મક નિકાલ કરવામાં આવશે”: મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા

 

આવતીકાલ તા.૦૮/૦૮/૨૦૨૪, ગુરુવારના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ દરમ્યાન વોર્ડ નં.૧૫માં વોર્ડ ઓફીસવોર્ડ નં.૧૫-બજયનાથ પેટ્રોલ પંપ સામેભાવનગર રોડરાજકોટ ખાતે મેયરશ્રી તમારા દ્વારે” (“લોક દરબાર”) કાર્યક્રમ યોજાશે.

 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામોઆંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોકોપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છેઆ કામો વધુ સારી રીતે અને સમય મર્યાદામાં થાય તે રીતે પૂર્ણ કરવા માટે નાગરિકોને સાથે રાખી તેઓની રજુઆતોપ્રશ્નો, ફરિયાદો અને સુચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયર માન.શ્રીમતી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને વોર્ડવાઈઝ મેયરશ્રી તમારા દ્વારે(લોક દરબાર)નું તા.૨૨/૦૭/૨૦૨૪ થી તા.૧૩/૦૮/૨૦૨૪ દરમ્યાન વોર્ડવાઈઝ સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ કલાક સુધી આયોજન કરેલ છેઆ લોક દરબારમાં નાગરિકો તરફથી રજુ થનાર રજુઆત, પ્રશ્ન અને ફરિયાદનો સ્થળ પર/ટૂંકા સમયગાળામાં હકારાત્મક નિકાલ કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવે છે. જે અંતર્ગત આજ તા.૦૭/૦૮/૨૦૨૪, બુધવારના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ દરમ્યાન વોર્ડ નં.૧૪માં વોર્ડ ઓફીસવોર્ડ નં.૧૪-અમાસ્તર સોસાયટીકોઠારીયા મેઈન રોડસ્નાનાગાર વાળી શેરીરાજકોટ ખાતે “લોક દરબાર” કાર્યક્રમ યોજાયો હતો.

 

આ “લોક દરબાર” કાર્યક્રમના અધ્યક્ષ મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયાશહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી૭૦ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરશાસકપક્ષ નેતા લીલુબેન જાદવશાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયારાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલાઆરોગ્ય સમિતિ ચેરમેન અને કોર્પોરેટર કેતનભાઈ પટેલસેનિટેશન કમિટી ચેરમેન અને કોર્પોરેટર નિલેષભાઈ જલુકોર્પોરેટર ભારતીબેન મકવાણાવર્ષાબેન રાણપરા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલમેનેજર કૌશિક ઉનાવાપર્યાવરણ ઈજનેર નિલેશ પરમારસીટી એન્જીનીયર અતુલ રાવલઆરોગ્ય અધિકારી ડૉ.જયેશ વકાણીઆર.સી.એચ.ઓ. ડૉ.લલિત વાજાએનક્રોચમેન્ટ ઓફિસર પરબત બારીયાનાયબ આરોગ્ય અધિકારી ડૉ.હાર્દિક મહેતાએ.ટી.પી. એ.પી.પટેલ, વોર્ડ એન્જીનીયર વી.સી.રાજદેવ, વોર્ડ ઓફિસર એમ.પી.ગોંધીયા, વોર્ડ પ્રભારી જીજ્ઞેશભાઈ જોશીવોર્ડ પ્રમુખ મહેશભાઈ મિયાત્રાવોર્ડ મહામંત્રી માનસુરભાઈ વાળા અને કેયુરભાઈ મશરૂ, વોર્ડ નં.૧૪ના નાગરીકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

આ “લોક દરબાર” કાર્યક્રમમાં વોર્ડ નં.૧૪ના નાગરિકો દ્વારા વિવિધ શાખાની કુલ-૭૭ રજુઆતો/પ્રશ્નો રજુ કરવામાં આવી હતી, આ રજુઆતો/પ્રશ્નોનો ટૂંકા સમયગાળામાં નિકાલ કરવામાં આવનાર છે.“લોક દરબાર”માં રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગ વાઈઝ રજુ થયેલા પ્રશ્નોની માહિતી નીચે મુજબ છે.  

 

શાખા/વિભાગનું નામ સંખ્યા શાખા/વિભાગનું નામ સંખ્યા
. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ૧૨ . રોશની
. ફાયર . બાંધકામ ૨૬
. ટી.પી. . આરોગ્ય
. દબાણ હટાવ . ગાર્ડન
૯. આઈ.ટી. ૧૦. વોટર વર્કસ
૧૧. (સોલિડ વેસ્ટ) વોકળા ૧૨. મેલેરિયા
૧૩. અન્ય વોર્ડ ૧૪. આંગણવાડી
૧૫. ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ ૧૬. ડ્રેનેજ
૧૭. પોલીસ ૧૮. એ.એન.સી.ડી.
૧૯. લાઈબ્રેરી    
કુલ-૭૭

 

વોર્ડ નં.૧૪માં યોજાયેલ “મેયર તમારા દ્વારે…” “લોક દરબાર”માં વોર્ડ નં.૧૪માં આવેલ વોકળામાં સઘન સફાઈ કરવા બાબત, મિલપરા મેઈન રોડ પર વરસાદી પાણી ભરાવા બાબત, ખોડિયારપરામાં સ્ટ્રીટ લાઈટ અને ટ્રાફિક બાબત, લાઇબ્રેરીમાં ઇનવટર કે જનરેટરની વ્યવસ્થા કરવા બાબત, કેનાલ રોડ પર ગેરકાયદેસર બાંધકામ અટકાવવા બાબતજિલ્લા ગાર્ડન ચોકમાં દબાણ દૂર કરવા બાબત, જિલ્લા ગાર્ડન પાસે વરસાદી પાણી ભરાઈ જવાથી રોડ લેવલ કરવા બાબત, સોરઠીયા પ્લોટમાં આવેલ વોકળા સફાઈ કરવા બાબત, લક્ષ્મીવાડીમાં ખોડિયાર મંદિર પાસે રોડ પર સફાઈ કરવા બાબત, પરવાનગી વગર જાહેરાતના બોર્ડ બેનરો દૂર કરવા બાબતભક્તિનગર સર્કલનો ફુવારો શરૂ કરવા બાબત, વોર્ડ નં.૧૪માં વાઇફાઇ સુવિધા શરૂ કરવા બાબતવોર્ડ નં.૧૪માં ટીપરવાન અનિયમિત આવે છે, વિવિધ ટ્રાફિકવાળા રોડ પર સ્પીડ બ્રેકર બનાવવા બાબત, વિવિધ વિસ્તારમાં ફોગીંગ કરવા બાબત, વસંતનગરમાં રોડ ઉપર રોડ બનાવવામાં આવે છે જેના લીધે રોડ ઉપરના પાણી ઘરમાં આવે છે, રામનાથ મહાદેવ મંદિર ડેવલપમેન્ટ અને આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ આગળ ધપાવવા બાબત, આનંદનગર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ કરવા બાબત, કોઠારીયા કોલોનીમાં રોડ ખુલ્લો કરવા બાબત, સોસાયટીના કોમન પ્લોટમાં મંદિર બનાવવા બાબત, વાણિયાવાડી ૩/૭ના કોર્નરમાં નિયમિત સફાઈ કરવા બાબત, બાપુનગર સ્લમ ક્વાર્ટરમાં વરસાદી પાણી ઘરમાં આવે છે, ગુંદાવાડી પોલીસ ચોકી ચોકમાં ટ્રાફિક દૂર કરી ફૂટપાથ પર ખાણી-પીણીના દબાણ દૂર કરવા બાબત વગેરે મુખ્ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુ થયેલ.

 

આજના લોક દરબારમાં રોશની શાખાના સીટી એન્જીનીયર ભાવેશ જીવાણી અને ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ ગેરહાજર રહેતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરે ટકોર કરી હતી. મેયરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાતા “લોક દરબાર”માં સંબંધિત તમામ શાખાના અધિકારીઓએ હાજર રહેવું ફરજિયાત છે તેવું પણ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ જણાવ્યું હતું.

આવતીકાલ તા.૦૮/૦૮/૨૦૨૪ગુરુવારના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ દરમ્યાન વોર્ડ નં.૧૫માં વોર્ડ ઓફીસવોર્ડ નં.૧૫-બજયનાથ પેટ્રોલ પંપ સામેભાવનગર રોડરાજકોટ ખાતે“મેયરશ્રી તમારા દ્વારે” (“લોક દરબાર”) કાર્યક્રમ યોજાશે.

Leave a Comment

Read More