બોટાદ- ૧૮ ઓગસ્ટ (રવિવાર)
બોટાદ ના પાળીયાદ રોડ પર આવેલ ગ્રીનસિટી આનંદધામમાં ઝાલાવાડ ની વાત ગુજરાતી સમાચારપત્રના તંત્રી શ્રી કિરીટભાઇ ખવડના ઘરે ધજાળા લોમેવધામ ના પ.પૂ .મહંત શ્રી ભારતબાપુ ભગતની પધરામણી.આનંદ ધામ ગ્રીન સિટી બોટાદમાં પૂજ્ય મહંત શ્રી ભરતબાપુની પધરામણીમાં ઝાલાવાડ ની વાત ગુજરાતી સમાચારપત્ર ના તંત્રી શ્રી કિરીટભાઈ ખવડ અને જયવીરભાઈ ખવડ દ્વારા પૂજ્ય બાપુને ફુલહાર અને શાલ ઓઢાડી ને સ્વાગત કરવામાં આવ્યુ હતું.મહંત શ્રી ભરતબાપુ ભગત દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા ,તેમજ વિજયભાઈ ખાચર ,જયવીરભાઈ ખવડ,રામકુભાઇ નડાળા વાળા ,સત્યજીતભાઈ ખાચર ,ધીરેનભાઈ શાહ,કુલદીપભાઈ દ્વારા પૂજ્ય બાપુનું સન્માન કરવામાં આવ્યું હતું.પૂજ્ય મહંત શ્રી ભરતબાપુના આશીર્વાદ લઈ ગ્રીન સિટીના રહેવાસીઓએ ધન્યતા અનુભવી હતી.
અહેવાલ કનુભાઈ ખાચર