ટંકારા ખાતે ૨૩ ઓગસ્ટના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા

ઇચ્છુક ઉમેદવારોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ

, મોરબી

રોજગાર વિનિમય કચેરીમોરબી દ્વારા તા.૨૩-૦૮-૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટમોરબી હાઇવે, રામદેવ પીરના મંદીરની બાજુમાં આઈ.ટી.આઈટંકારા, ખાતે  ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએચસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More