કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામ દ્વારા આર.આર.બીની સમીક્ષા બેઠક યોજવામાં આવી

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

રાજકોટ તા. ૨૩ ઓગસ્ટ – કેન્દ્રીય નાણાપ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણ ના અધ્યક્ષ સ્થાને ગુજરાત, મહારાષ્ટ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની નવ પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs)ની કામગીરીની સમીક્ષા કરવા માટે એક બેઠક તા. ૨૨/૦૮/૨૦૨૨ના રોજ ઉદયપુર ખાતે યોજવામાં આવેલ હતી.

            નાણાકીય સેવાઓ વિભાગ (DFS) ના સચિવ શ્રી એમ. નાગરાજુ, અધિક સચિવ શ્રી તેમ જ અન્ય વરિષ્ઠ અધિકારીઓ, પ્રાદેશિક ગ્રામીણ બેંકો ના અધ્યક્ષ શ્રી ઓ અને પ્રાયોજક બેંકોના વહીવટી વડાઓ. રિઝર્વ બેંક.નાબાર્ડ અને SIDBI ના પ્રતિનિધિઓ તથા ૫ રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ પણ આ મીટિંગ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.

            સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકનું પ્રતિનિધિત્વ ચેરમેન શ્રી એસ સત્યનારાયણ રાવે કર્યું હતું. નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને પ્રાદેશિક ગ્રામીણ બેંકો ની નાણાકીય કામગીરી અને ટેક્નોલોજી ના ક્ષેત્ર માં સુધારાની પ્રશંસા કરી અને આ કામગીરી તે જ ગતિ થી ચાલુ રાખવા જણાવ્યું હતું.

            તેઓએ ખાસ કરીને પડકારરૂપ ભૌતિક કનેક્ટિવિટી ધરાવતા પ્રદેશોમાં સુસંગત રહેવા માટે ગ્રામીણ બેંકો ની પોતાની અદ્યતન ટેકનોલોજી ધરાવવા ની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

            કેન્દ્રીય નાણામંત્રીએ RRB ને વધુ ધિરાણનો પ્રસાર કરવા માટે તેમના સારા CASA રેશિયોનો લાભ લેવા નિર્દેશ આપ્યો.

            શ્રીમતી. સીતારામને MSME ક્લસ્ટરોમાં સ્થિત ગ્રામીણ બેંકો ની શાખાઓ દ્વારા સક્રિય પ્રસાર પર ભાર મૂક્યો હતો જેથી નાના અને સૂક્ષ્મ સાહસોને ધિરાણ સુનિશ્ચિત કરી શકાય અને સરકારની વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ પહેલ દ્વારા આવા ઉત્પાદનો ને આવરી ને વિસ્તૃત કરી શકાય.

            શ્રીમતી સીતારામને ગ્રામીણ બેંકો ને તેમની પ્રવૃત્તિઓ સાથે સુસંગત MSME ધિરાણ યોજનાઓ તૈયાર કરવા નિર્દેશ આપ્યો.

            શ્રીમતી સીતારમને PM સૂર્ય ઘર મફત વીજળી યોજના અને PM વિશ્વકર્મા યોજના જેવી સરકારશ્રી ની યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ધિરાણ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પર પણ ભાર મૂક્યો હતો.સમીક્ષા દરમિયાન બંને ક્ષેત્રોમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની કામગીરીની પણ પ્રશંસા કરવામાં આવી હતી.

            શ્રીમતી. સીતારમને એ પણ જણાવ્યું કે પ્રાયોજક બેંકો અને ગ્રામીણ બેંકો એ ભવિષ્ય ના પડકારોને ઓળખી ને, ખાસ કરીને ધિરાણો ની ગુણવત્તા જાળવવી, ડિજિટલ સેવાઓનું વિસ્તરણ કરવું અને મજબૂત કોર્પોરેટ ગવર્નન્સની ખાતરી કરવી જેવા ક્ષેત્રો પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

            સમીક્ષા બેઠક દરમિયાન, નાણામંત્રીએ ગ્રામીણ બેંકો ને ગ્રાહકોને વધુ અનુકૂળ બનવા અને તેમના પ્રદર્શનને વધુ બહેતર બનાવવા માટે તેના સ્થાનિક જોડાણનો લાભ લેવા પણ નિર્દેશ આપ્યો હતો.

            શ્રીમતી. સીતારામને એ પણ જણાવ્યું છે કે કર્મચારી ઓ ની સંખ્યા માં થતો સતત ઘટાડો ગ્રામીણ બેંકો માટે મોટી ચિંતા નો વિષય છે અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોને સલાહ આપી કે તેઓ આ બાબતે સ્થાનિક/પ્રાદેશિક રોજગારને પ્રોત્સાહિત કરે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More