શ્રી હરિ વિદ્યા સંકુલ – સનાળીમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ખુબજ આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી. જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે ધોરણ KG થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ (પરંપરાગત) ડ્રેસમાં આવ્યા હતા. શાળાના પ્રાઇમરી વિભાગના વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણ અને રાધિકાના વેશમાં શોભી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની શરૂઆત રાસ-ગરબા થી શરૂ કરવામાં આવી હતી. દહીં હાંડી ખૂબ જ ઊંચાઈ પર હોવા છતાં પણ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ જ એટલો હતો કે શ્રી કૃષ્ણના પહેરવેશમાં શોભી રહેલા ધોરણ-1 ના વિદ્યાર્થીને મટકી સુધી પહોંચાડ્યો. મટકી ફોડવાની સાથે જ ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી’ના નાદથી શાળાનું સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. શાળાના સંચાલક શ્રી ઘનશ્યામભાઈ ફતેપરા, આચાર્ય તેમજ શિક્ષકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઊઠાવી હતી. ખૂબ જ હર્ષ અને ઉલ્લાસની સાથે આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
અહેવાલ કનુભાઈ ખાચર
Author: ભાગવત ભૂમિ
Hi