બ્યુરો, સુરેન્દ્રનગર:
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે ધોવાયેલા માર્ગોનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી કે.સી.સંપટના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. કોઝ- વે, નાળા, પુલ પર પાણી ફરી વળવાના કારણે અનેક માર્ગો અસરગ્રસ્ત થયા છે ત્યારે માર્ગોની અડચણો દુર કરીને તેને પૂર્વવત કરવા જિલ્લા વહીવટી તંત્રની ટીમ દિવસ-રાત કામગીરી કરી રહી છે.
જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના રસ્તાઓને અસર થતાં આ ધોવાણ થયેલા આ રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. નાળા, પુલીયામાં વગેરેમાં જરૂરી મેટલકામ તથા રસ્તા પરના વૃક્ષો હટાવી યુધ્ધના ધોરણે રસ્તાની મરામતની કામગીરી હાથ ધરી અનેક રસ્તાઓ પૂર્વવત કરવામાં આવ્યા છે.
વરસાદ બાદ શક્ય તેટલા ઝડપી તમામ રસ્તાઓનું સમારકામ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરી દેવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના બંધ થયેલા માર્ગો ફરી શરૂ કરાવી રોડ સમારકામ કરવાની કામગીરી પૂર ઝડપે કરવામાં આવી રહી છે.
Author: ભાગવત ભૂમિ
Hi