માતૃભાષા અભિયાન અને શ્રી તખ્તસિંહજી જાહેર વાચનાલયના સહયોગથી પ્રથમ રવિવારે 1 સપ્ટેમ્બરના રોજ સવારે 9:00 થી 11:00 કલાકે પુસ્તક પરબનું આયોજન ‘વડીલોનો વિસામો’ તખ્તસિંહજી જાહેર વાચનાલય, નદી કિનારે, પાળિયાદ રોડ – બોટાદમાં યોજાયું હતું. જેમાં ડૉ.માલદેવ એ. કુછડિયા, રત્નાકર નાંગર, ડિમ્પલબહેન, નિલેશભાઈ, કુલદીપ વસાણી, ચાંદની રોજેશરા, વિજય ડાભી વગેરે સાહિત્ય રસિક મિત્રોએ હાજરી આપી હતી. પુસ્તક પરબના કાર્યવાહક બટુક રવૈયા, કુલદીપ ખાચર, રાજેશ શાહ, પારસ જી. ઓગાણિયા, જયેશ પરમાર અને સમગ્ર વ્યવસ્થા સમર્પણ ગૃપના બાળકો દ્વારા સંભાળવામાં આવી હતી.