રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની 128મી જયંતિ નિમિત્તે સરકારી ગ્રંથાલય બોટાદમાં પુષ્પાંજલી અને પુસ્તક પ્રદર્શન યોજાયું.*
રાષ્ટ્રીય શાયર મેઘાણીજીની જયંતિ નિમિત્તે બોટાદનાં સરકારી ગ્રંથાલયમાં મેઘાણીજીને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી. સાથેસાથે મેઘાણીનાં સમગ્ર સાહિત્યનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.આ પ્રદર્શનનો વિદ્યાર્થીઓ તેમજ સુજ્ઞવાચકોએ બહોળો લાભ લીધો હતો અને પોતાનાં પ્રતિભાવ આપ્યાં હતા. જાણીતા લેખક રત્નાકર નાંગર સાહેબ, યુવા કવિયત્રી ઈશા નાંગર, ઇકબાલભાઈ ખલીફા, કુલદીપ ખાચર દ્વારા પોતાની સ્વરચિત તેમજ મેઘાણીજીની રચનાઓ દ્વારા શબ્દાંજલી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગ્રંથપાલ ચેતનભાઈ, પાર્થભાઈ, બટુકભાઈ રવૈયા,પ્રા.વૈશાલીબહેન દવે,રત્નાકર નાંગરસાહેબ તેમજ ગુજરાતી ભાષાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટર: ભાવેશ પરમાર – બોટાદ