બોટાદની સ્વનામ ધન્ય એવી કવિ શ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 128મી જયંતી નિમિત્તે મેઘાણી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપપ્રાગટ્ય બાદ કૉલેજનાં આચાર્યશ્રી ડૉ.અનિરુદ્ધસિંહ મકવાણા સરના પ્રાસંગિક ઉદ્દબોધનથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. અતિથિવિશેષ તરીકે જાણીતા શિક્ષક, લેખક, કવિ,બાળસાહિત્યકાર રત્નાકર નાંગર સાહેબ દ્વારા મેઘાણીના જીવન ચરિત્ર,અમર કૃતિઓ અને મેઘાણી સાહિત્ય માટે આજીવન સમર્પિત એવા પાલિતાણાના રણછોડભાઈ મારૂના કાર્યની પણ વંદના કરવામાં આવી હતી.માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદનાં ભાવેશભાઈ પરમાર અને લાલજીભાઈ પારેખે મેઘાણીનાં ગીત, કાવ્યો અને લોકગીત રજૂ કર્યા હતા. ઈશા નાંગરે પોતાની સ્વરચિત કાવ્યનું પઠન કરી મેઘાણીને અંજલિ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજનાં ગુજરાતી વિભાગનાં પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા કરાયું હતું. આભારવિધિ પ્રા.વૈશાલીબહેન દવેએ કરી હતી.