એકજ દિવસમાં કરાયો બે કરોડ એકતાલીશ લાખ બત્રીસ હજાર બસ્સો ચુમાલિશ અને તેતાંલીશ પૈસાના ઐતિહાસિક ૨૮૯ કેસોનો ન્યાયિક નિકાલ*
વિસાવદર તા. વિસાવદરમાં આજરોજ તા.૧૪/૦૯/૨૪ના રોજ નાલ્સાની ગાઈડ લાઇન મુજબ વિસાવદર કોર્ટ બિલ્ડીંગ ખાતે કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેનશ્રી એસ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં લીટીગેશન અને
પ્રિલિટીગેશન સહિતના કુલ રૂપિયા કરોડ એકતાલીશ લાખ બત્રીસ હજાર બસ્સો ચુમાલિશ અને તેતાંલીશ પૈસાના પુરાના ૨૮૯ કેસોમાં પક્ષકારો હાજર રહેલા હતા અને ૨૮૯ કેસોનો સુખદ નિકાલ થતાં લોક અદાલતનું ૧૦૦% પરિણામ પ્રાપ્ત થયુ હતું. જેમાં સ્પેશિયલ સિટિંગના કુલ ૭૯ કેસોમાં રૂપિયા ૧૫,૮૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ હતો જે મળી ચાલુ 201 કેસોનો નિકાલ કરવામાં આવેલ તથા ૮૮ પ્રિલિટીગેશન કેસો મળી કુલ ૨૮૯ કેસોનો તથા ફેમિલી કોર્ટ તથા એડિશનલ ડિસ્ટ્રીકટ કોર્ટના મળી કુલ ૨૮૯ કેસોનો ઐતિહાસિક ન્યાયિક નિકાલ કરતા વિસાવદર કોર્ટમાં લોક અદાલતનું ઐતિહાસિક રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું હતું
આ લોક અદાલતમાં વિસાવદર બાર એસોસિએશનના પ્રમુખશ્રી રમેશભાઈ ધાધલ,સીરાજભાઈ માડકીયા, વિજયભાઈ જેઠવા,સિનિયર ધારાશાસ્ત્રી દિનેશભાઇ શાહ, નયનભાઇ જોશી, અશ્વિનભાઈ દુધરેજીયા,સમીરભાઈ પટેલ, કમલેશભાઈ જોશી, એચ.કે. સાવલિયા તથા સ્ટેટ બેન્ક, યુનિયન બેન્ક, બેન્ક ઓફ બરોડા તથા પી.જી.વી.સી.એલની જુદી જુદી કચેરીઓના અધિકારીઓ તથા સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહેલા અને પક્ષકારોને સમજાવટ કરી લોક અદાલતને સફળ બનાવવા માટે મહત્વનો ફાળો આપેલ હતો. વિસાવદર કોર્ટના સુપ્રિટેન્ડન્ટ અને તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી ચંદુભાઈ ભટ્ટી, અનુપભાઈ વાઘેલા, સુધીરભાઈ ચાવડા, તથા તમામ કોર્ટ સ્ટાફે લોક અદાલતને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવેલ હતી. આ પ્રસંગે સવારના ૧૦-૩૦ કલાકે દીપ પ્રાગટય કરી લોક અદાલતને ખુલ્લી મુકવામાં આવેલ હતી ત્યારથી પક્ષકારોની મોટા પ્રમાણમાં હાજરી અને ઉત્સાહ ઉડીને આંખે વળગે તેવી હતી. મુખ્ય ન્યાયાધીશ શ્રી એસ.એસ. ત્રિવેદી સાહેબે આ પ્રસંગે લોક અદાલતનું અને સમાધાનનું સમાજમાં મહત્વ સમજાવતું ઉદ્દબોધન કરેલ હતું. વિસાવદર કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી લોક અદાલતને સફળ બનાવવા માટે તમામ ન્યાયાધીશ સાહેબો તથા કોર્ટ સ્ટાફ અને વકીલશ્રીઓ દ્વારા સતત પ્રયાસો કરી લોક અદાલતને સફળ બનાવી હતી.
(ફોટા સાથે)