હાર્દિક પટેલ, અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં 1.80 લાખ હેકટર જમીનમાં વાવેતર કરાયેલા મગફળી મકાઈ સહિત જુદા-જુદા પાકોમાં ડોળ અને ઉધઈ જેવા રોગોનો ઉપદ્રવ થતા પાકને નુકશાન થઇ રહ્યું છે, જેના પગલે ખેડૂતો ચિંતામાં મુકાય છે. ખાસ કરીને વરસાદ ખેંચાતા પાકમાં જુદા-જુદા રોગોનો ઉપદ્રવ થયો છે અને જેના પગલે ખેડૂતોને પાકમાં નુકશાન થઇ રહ્યું છે.
દવાના છંટકાવ છતાં રોગ સામે બચાવવામાં પૂરતી સફળતા નહીં
અરવલ્લી જિલ્લામાં પ્રથમ વરસાદ બાદ ખેડૂતોએ ખરીફ સિઝનમાં કુલ 1.80 લાખ હેક્ટર જમીનમાં મગફળી, મકાઈ, કપાસ જેવા જુદા-જુદા પાકોનું વાવેતર કર્યું છે. જેમાં સૌથી વધુ 60 હજાર હેક્ટર જમીનમાં મગફળી પાકનું વાવેતર કર્યું છે ત્યારે વાવેતર બાદ પાક ઉગી ગયો છે ત્યારે મગફળીના પાકમાં ઉધઈ અને ડોળ નામની ઈયળ અને મકાઈ પાકમાં લીલી ઇયળનો ઉપદ્રવ થતાં ખેડૂતો પરેશાન બન્યા છે, ખેડૂતો દવાનો છંટકાવ કરી રહ્યા છે પરંતુ પાકને રોગ સામે બચાવવામાં પૂરતી સફળતા મળી રહી નથી, જેથી પાકને મોટું નુકશાન થઇ રહ્યું છે.
આ પણ વાંચો:
મોરબી: ટ્રકના પૈડા નીચે કચડાઇ જતાં બે બહેનોના મોત, 2 ઇજાગ્રસ્ત
આ સફેદ બીજ તમારા શરીરને આપશે ચમત્કારિક લાભ
ઈયળ પાકને કોરી ખાતા નુકશાન
જિલ્લામાં પ્રથમ વરસાદ બાદ વરસાદ હાથતાળી આપી ગયો છે અને છેલ્લા એક મહિનાથી વારડસાળ નહીં વરસતા અને સતત વાદળછાયું વાતાવરણ રહેવાના પગલે પાકમાં આ પ્રકારના રોગોનો ઉપદ્રવ થયો છે. પાકમાં રોગનો ઉપદ્રવ થતાં મગફળીનો પાક પણ પીળા પડી જઈ સુકાવા લાગી છે, જ્યારે મકાઈ પાકમાં ઈયળ પાકને કોરી ખાતા નુકશાન થઇ રહ્યું છે ત્યારે મોંઘા ભાવે બિયારણ લાવી સારા ઉત્પાદનની આશા રાખી બેઠેલા ખેડૂતોની આશા હાલ ઠગારી નીવડે તેવી સ્થતિ જોવા મળી રહી છે. જેથી જગતનો તાત લાચાર બની વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર