અરવલ્લીઃ ગુજરાતમાં હજુ ઘણાં એવાં વિસ્તારો છે કે જ્યાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ખૂબ જ વધુ છે. ખાસ કરીને, આદિવાસી અને પછાત વિસ્તારમાં આ પ્રકારનો માહોલ વધુ જોવા મળતો હોય છે. તો ઘણીવાર અંધશ્રદ્ધાને કારણે કેટલાક લોકોના મોત પણ નીપજતા હોય છે. ત્યારે અરવલ્લીના મેઘરજમાંથી આવી જ એક ઘટના સામે આવી છે.
મળતી માહિતી પ્રમાણે, મેઘરજ તાલુકાના અંતરિયાળ એવા પંચાલ ગામે એક સનસનીખેજ ઘટના સામે આવી હતી. જેમાં 14 વર્ષીય દીકરી સવારે ઘર આગળનું ઘાસ કાપી રહી હતી. તે સમયે એક ઝેરી સાપે તેને ડંખ માર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દોડી આવ્યા હતા અને તેને ભૂવા પાસે લઈ ગયા હતા. ભૂવાએ ઝેર ઉતારવા માટે અનેક વિધિ કરી હતી.
સમય પ્રમાણે બદલાયેલાં ભારતનાં રાષ્ટ્રધ્વજની તસવીરો
અરવલ્લીના મેઘરજમાં અંધશ્રદ્ધાની આડમાં એક કિશોરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. 14 વર્ષીય કિશોરીને સાપે દંશ મારતા તેના માતા-પિતા તેને હોસ્પિટલ લઈ જવાને બદલે ભૂવા પાસે લઈ ગયા હતા. ભૂવાએ કેટલીક વિધિ કરી હતી, પરંતુ પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો નહોતો. સાપનું ઝેર ન ઉતરતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જો કે, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને કિશોરીને સમયસર યોગ્ય સારવાર ન મળતા તેનું મોત નીપજ્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર