આ શિક્ષકની એવી તો કેવી માયા બંધાણી કે શિક્ષકની બદલી થતા એક બે નહીં પરંતુ તમામ વિદ્યાર્થીઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ તમામ સહકર્મીઓ પણ શિક્ષકને ગળે ભેટી ભાવુક થઈ રહ્યા છે. આ દ્રશ્યો અરવલ્લીના ધનસુરામાં આવેલી દોલપુર પ્રાથમિક શાળાના છે. જ્યાં 10 વર્ષથી રમેશભાઈ ચૌહાણ ફરજ બજાવતા હતા. 10 વર્ષ બાદ રમેશ ભાઈની અન્ય શાળામાં બદલી થઈ ગઈ. ત્યારે દોલપુર પ્રાથમિક શાળામાં આજે એમનો છેલ્લો દિવસ હતો. જેના કારણે શિક્ષકને જતા જોઈ શિક્ષક અને વિદ્યાર્થિઓ વચ્ચે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.