Search
Close this search box.

Follow Us

મલેશિયા ખાતે તા 3 ડિસેમ્બર 2023 ના રોજ વિશ્વ ના લગભગ 30 થી વધુ દેશો ના 2500 થી વધુ બાળકો એ યુસીમાસ ની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધા ની વિવિધ કેટેગરી માં ભાગ લીધો હતો.

મલેશિયા ખાતે તા 3 ડિસેમ્બર 2023 ના રોજ વિશ્વ ના લગભગ 30 થી વધુ દેશો ના 2500 થી વધુ બાળકો એ યુસીમાસ ની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધા ની વિવિધ કેટેગરી માં ભાગ લીધો હતો. જેમાં 11 વર્ષ નો કાકડિયા દધયંગ દિલીપભાઈ એ D2 કેટેગરી માં સેકન્ડ રેન્ક અને નિર્મળ ક્રિશા દર્શકભાઈ તથા વિદ્યાક્ષી વિમલભાઈ રૈયાણી એ A2 કેટેગરી માં 3rd રેન્ક મેળવેલ હતો

2500 થી વધુ વિદ્યાર્થીઓ એ આ સ્પર્ધામાં ભાગ લીધેલ અને તેમને કોઈ પણ જાત ના ઇલેક્ટ્રિક સાધન કે કેલ્ક્યુલેટર કે કોમ્પ્યુટર ની મદદ વિના સંપૂર્ણપણે પોતાના જ મગજ નો ઉપયોગ કરી ,પોતાનું લોજીક , તર્ક કે બુદ્ધિ વાપરી ને નિયત સમયમર્યાદા માં માત્ર 8 મિનિટ માં 200 દાખલા કરવા ના હતા અને ગોંડલ ના આ 3 પ્રતિભાશાળી બાળકોએ પોતાની કેટેગરી માં અદભુત ક્ષમતા બતાવી ને ટ્રોફી મેળવી છે.

દધયંગ માત્ર 11 વર્ષ ની ઉંમરે ખૂબ મોટી સફળતા મેળવી છે.છઠ્ઠા ધોરણ માં ભણતો આ બાળક પલક ઝપકાવતા ગણિત ના કોઈ પણ સરવાળા , બાદબાકી , ગુણાકાર અને ભાગાકાર ના દાખલા ને એ ઉકેલે છે.માત્ર 2 મિનિટ માં કોઈ પણ 100 ગુણાકાર કરવા એ તેના માટે રમતવાત છે.આ સાથે જ એકદમ ધીર અને ગંભીર એવી ક્રિશા એ પણ આ પહેલા નાની ઉંમરે નેશનલ લેવલ ની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધા માં ભાગ લીધેલ અને આ વખતે ઇન્ટરનેશનલ લેવલ પર મલેશિયા ખાતે તૃતીય રેન્ક મેળવેલ છે.જ્યારે વિદ્યાક્ષી એ તો પ્રથમ વખત જ આવી કોઈ સ્પર્ધા માં ભાગ લઇ ને તૃતીય રેન્ક મેળવેલ છે.આ ત્રણેય બાળકો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે લગભગ છેલ્લા ત્રણ મહિના થી તૈયારી કરી રહ્યા હતા.બાળકો ની પાસે એટલું સરસ વિઝ્યુઅલાઇસેશન છે કે નજર સામે આવતા જ કોઈ પણ નમ્બર નો સરવાળો બાદબાકી કે ગુણાકાર ભાગાકાર કરી આપી શકે છે. કોઈ પણ વ્યક્તિ ના મોબાઈલ નમ્બર ના 10 આંકડા બોલો તો બોલવા નું પૂરું થાય તે સાથે જ તેમની પાસે તેનો જવાબ તૈયાર હોય છે.સેટીઆ સિટી કોનવેનશન સેન્ટર ખાતે ડો.સ્નેહલ કારિયા ના હસ્તે આ બાળકો ને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવા માં આવ્યા.અને આ સાથે જ આ બાળકો ને તૈયાર કરનાર પરફેક્ટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટર ના મેન્ટર , માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા , ક્રિષ્ના રૈયાણી , ઈશા ટાંક , સયદા બાલાપરિયા અને તેમની ટિમ ને અભિનંદન આપ્યા હતા.

રજનીશભાઈ સાથે આ બાળકો ની આવડત અને તેમની સફળતા અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે આ બાળકો છેલ્લા 3 મહિના થી તૈયારી કરી રહ્યા હતા . આ આવડત તેમણે અબેકસ ના માધ્યમ થી વિકસાવી છે.માતા પિતા જો બાળક ને મોબાઈલ ના બદલે કોઈ પણ રચનાત્મક પ્રવૃત્તિ માં લગાડે તો ચોક્કસ બાળક માં રહેલી નવી નવી ક્ષમતાઓ બહાર આવે જ. કોઈ પણ બાળક નું લક્ષ્ય માર્ક્સ નહિ , સ્કિલ ને ડેવલપ કરવા માટે હોવું જોઈએ.સાથે જ માતા પિતા એ અપેક્ષા રાખ્યા વગર બાળક ને કોઈ પણ એક ક્ષેત્ર માં નિષ્ણાત બનાવવા નો છે.અને જો એની પાસ કોઈ પણ એક સ્કિલ હશે તો એ ક્યાંય પાછો નહિ પડે. અંત માં હવે આ બાળકો ને સાથે લઈ ને અમે એક નવા વર્લ્ડ રેકોર્ડ માટે તૈયારી કરીશું

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More