Search
Close this search box.

Follow Us

માનનીયા સાંસદ શ્રીમતી પૂનમબેન માડમે પોરબંદર-રાજકોટ ડેઈલી એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજને “કાટકોલા” સ્ટેશનથી લીલી ઝંડી બતાવીને ઉદઘાટન કર્યું

રેલવે મંત્રાલયના આદેશ મુજબ, ટ્રેન નં. 19572/19571 પોરબંદર-રાજકોટ-પોરબંદર ડેઇલી એક્સપ્રેસનું સ્ટોપેજ પશ્ચિમ રેલવે, ભાવનગર ડિવિઝનના “કાટકોલા” સ્ટેશન પર શરૂ થયું છે. માનનીય સાંસદ – જામનગર (લોકસભા) શ્રીમતી પૂનમબેન માડમે માનનીય પૂર્વ ધારાસભ્ય જામ જોધપુર, શ્રી ચીમનભાઈ સાપરીયા અને મહાનુભાવોની હાજરીમાં 02.12.2023 (શનિવાર) ના રોજ કાટકોલા રેલ્વે સ્ટેશનથી ટ્રેનને ફ્લેગ ઓફ કરીને હોલ્ટનું ઉદ્ઘાટન કર્યું. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-

પોરબંદરથી રાજકોટ સુધી દોડતી ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ ડેઈલી એક્સપ્રેસ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો કાટકોલા રેલ્વે સ્ટેશન પર સમય અનુક્રમે 15.15/15.16 કલાકનો છે. તેવી જ રીતે, રાજકોટથી પોરબંદર જતી ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર ડેઈલી એક્સપ્રેસ ટ્રેનનો કાટકોલા રેલ્વે સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 10.33/10.34 કલાકનો છે.

 

આ પ્રસંગે ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર સહિત મંડળના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ, કાટકોલાના લોકો, રેલ્વે મુસાફરો અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેનના સ્ટોપેજને લઈને રેલવે મુસાફરો અને કાટકોલાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

 

 

 

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More