લોકોને ઘરઆંગણે સરકારી યોજનાઓના લાભ પહોંચાડતી અને દેશને વિકસિત બનાવવાની સંકલ્પ યાત્રામાં ભાગીદાર બનાવતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ-૨ આજે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના અમરેલીમાં પહોંચ્યો હતો. અહીં પરંપરાગત રીતે આ રથના વધામણાં સાથે સરકારી યોજનાઓના લાભાર્થીઓને ઘરઆંગણે યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાયા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથને ગામેગામ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અમરેલી ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો સાથે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ, બહેનોને પોષણ કીટ તેમ અન્ય સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકારી સેવાઓના ઘરઆંગણે જ લાભ ઉપલબ્ધ કરાવતા વિવિધ સ્ટોલ્સ પણ અહીં લાગ્યા હતા. જ્યાંથી મોટી સંખ્યામાં લોકોએ સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવી હતી. જ્યારે ચાર ડિસેમ્બરના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ પડધરીના ઢોકળિયા ગામમાં પહોંચ્યા હતા. જ્યાં મહાનુભાવો તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્ણ રીતે રથનું સ્વાગત કર્યું હતું. આ તકે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (પી.એમ.જે.એ.વાય.) કાર્ડ ઉપરાંત અનેકવિધ સહાય અપાઈ હતી. આ બંને ગામમાં ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અને પોતાના જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તન અંગે લાભાર્થીઓએ પોતાની કહાની રજૂ કરી હતી. જ્યારે સારી કામગીરી કરનારા કર્મચારીઓનું સન્માન કરાયું હતું. આ તકે લોકોએ દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવા માટે પુરુષાર્થ કરવાના સંકલ્પ લીધા હતા. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વતીશ્રી મુકેશભાઈ મુંગલપરા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી જગદીશભાઈ મુછડિયા, આરોગ્ય અધિકારી શ્રી ગોરિયા, મદદનીશ ખેતી નિયામકશ્રી ચોવટિયા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી સુશ્રી ઉર્મીબેન શેઠ, ઉપરાંત અગ્રણીઓ શ્રી તળશીભાઈ તાલપરા, શ્રી રોહિતભાઈ ચાવડા, શ્રી શૈલેષભાઈ ગજેરા, શ્રી છગનભાઈ વાંસજાળિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Author: ભાગવત ભૂમિ
Hi