Search
Close this search box.

Follow Us

ગોંડલનાં ચર્ચિત બનેલા બન્‍ને પુલ અંગે એક્‍સપર્ટ એજન્‍સીનો રિપોર્ટ : બન્‍ને પુલ લાઇટ વ્‍હિકલ માટે સક્ષમ

આગામી સો વર્ષ સુધી વાંધો નથીઃ તંત્ર દ્વારા હવે હેવી વ્‍હીકલ માટે લોડ ટેસ્‍ટિંગ કરાવાશે

ગોંડલ,તા.૭ : ગોંડલનાં રાજાશાહી સમય નાં સો વર્ષ થી પણ જુના ગોંડલી નદી પરનાં બન્ને પુલ જોખમી અને જર્જરીત હોવા અંગે કોંગ્રેસ ના યતિષભાઈ દેસાઈ દ્વારા હાઇકોર્ટ માં પીઆઇએલ દાખલ કરાયા બાદ હાઇકોર્ટે રાજય સરકાર ને ગોંડલ ના બન્ને પુલ અંગે ગંભીરતા દાખવવા કરાયેલી ટકોર ના પગલે તંત્ર દોડતુ થયુ હતુ.દરમિયાન નગર પાલીકા દ્વારા બન્ને પુલ પાંચ દિવસ બંધ રાખી મારવાડી યુનિવર્સલ લી.દ્વારા આધુનિક પદ્ધતિથી લોડ ટેસ્‍ટિંગ કરાવાતા રિપોર્ટ માં બન્ને પુલ લાઇટ વ્‍હિકલ માટે સક્ષમ હોવાનું તથા આગામી વર્ષો સુધી કોઈ જોખમ નહી હોવાનુ જણાવાયું છે.નગર પાલીકા દ્વારા હવે હેવી વ્‍હીકલ માટે લોડ ટેસ્‍ટિંગ ની તજવીજ હાથ ધરાઇ છે.

નગર પાલીકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા તથા કારોબારી અધ્‍યક્ષ રાજેન્‍દ્રસિંહ જાડેજાએ જણાવ્‍યુ કે નગર પાલીકા દ્વારા આર્કયોલોજી એક્‍સપર્ટ એજન્‍સી દ્વારા બન્ને પુલ નુ ઇન્‍પેકશન કરાવાયું હતુ.જેના રિપોર્ટ મા પુલ ના ફાઉન્‍ડેશન બ્‍લેક સ્‍ટોન માંથી બનેલા હોય ખુબ મજબુત હોવાનું તથા ફાઉન્‍ડેશન ઉપરનાં નાલાઓ લાઇમ સ્‍ટોન માંથી બનેલા હોય તેની આયુષ્‍ય પાંચસો વર્ષ ઉપર ની હોય સો વર્ષ બાદ તેની હાર્ડનેશ મા વધારો થતો હોય છે.તેવુ જણાવાયુ છે.મતલબ કે બન્ને પુલ કોઈ રીતે જોખમી નથી.તેમણે વધુમાં કહ્યુ કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બન્ને પુલ અંગે ઉતાવળે માત્ર ફોટોગ્રાફ ના આધારે બન્ને પુલ ક્ષતિગ્રસ્‍ત હોવાનો અપાયેલો રિપોર્ટ યોગ્‍ય નથી.આર્કોલોજી એક્‍સપર્ટ દ્વારા ડિટેઇલ રિપોર્ટ આવ્‍યા બાદ હેરિટેઝ ઇમારતો નુ સમારકામ કરાતુ હોય તેવી આધુનિક પદ્ધતિ દ્વારા બન્ને પુલ નુ સમારકામ શરુ કરાશે. તેવુ જણાવાયુ હતુ.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More