18 માસની ડેડલાઇનમાં પુરૂ કરવાનું કામ 6 વર્ષે પણ પુરૂ ન થયુ
થાન તથા આસપાસના ગામોને જોડતો એક માત્ર રસ્તા પર કામ થતુ હોવાથી 80 હજારથી વધુ લોકો હેરાન
24 કલાકમાં દર અડધી કલાકે એક એમ 48થી વધુ ટ્રેન પસાર થવાથી ફાટક બંધ રહેતા લોકોના 12 કલાકના સમયનો વેડફાટ
પાંચાળ સીરામીક એસોસીએશન અને લોકોની અનેક રજૂઆત છતા સમસ્યા જેમની તેમ
થાનગઢમાં મેઇન બજારના ફાટકે ઓવરબ્રીજ બનાવવાનું કામ વર્ષ 2018માં રૂ.42 કરોડના ખર્ચે ચાલુ થયુ હતુ.જે ક્યારેક ચાલુ તો ક્યારેક બંધ રહેતુ હોવાથી લોકો પરેશાન થઇ રહ્યાછે.હાલ ઘણાસમયથી કામ સદંતર બંધ છે.ત્યારે 6 વર્ષ વિતી જવા છતા ઓવરબ્રીજનું કામ ગોકળગાય ગતીએ ચાલતુ હોવાથી80 હજારની વસ્તીને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આની અનેક રજૂઆતો થઇ પણ હજુ સમસ્યા જેમની તેમ હોવાથી વિકાસનું કામ લોકોના સમસ્યાનુ કારણ બની રહ્યુ છે.
થાનગઢમાં તંત્ર દ્વારા લોકોની સુવિધા માટે તંત્ર દ્વારા વિકાસના કામો હાથ ધરવામાં આવતા હોય છે.પરંતુ આ કામો ઘણી વખત લોકોની દુવિધાઓ વધારનારા બની જતા હોય છે.જેનો તાર્દશ નમુનો છે થાનમાં બની રહેલો ઓવરબ્રીજ થાનગઢમાં મેઇન બજારમાં સ્ટેશન રોડ પર આવેલા ફાટક વારંવાર બંધ થતુ હોવાથી ટ્રાફિક સમસ્યા નિવારવા અહીં ઓવરબ્રીજનું કામ તા.14 ઓગષ્ટ 2018માં ખાતમુહુર્ત કરી ચાલુ કરાયુ હતુ.જેને 18 માસની ડેડલાઇનમાં પુર્ણ કરવાની વાત હતી.પરંતુ 6વર્ષ જેટલો સમય થતા ગોકળ ગાય ગતીએ ચાલતા કામથી લોકો પરેશાન થઇ ગયા છે.જેમાં આ ફાટકેથી દરરોજ 24 કલાકમાં 48થી વધુ ટ્રેન પસાર થતી હોવાથી એક ટ્રેનને પસાર થવા માટે લોકોને 15 મિનિટથી વધુ સમય સુધી રાહ જોવી પડતા ટ્રાફીક જામના દ્રશ્યો સાથે લોકોનો 12 કલાક જેટલો સમય અને વાહનના ઇંધણનો બગાડ થાય છે.આ રોડ પર થઇ થાન શહેર તથા ફાટક પરથી 8થી 10 ગામોને જોડતો અને હળવદ, ધ્રાંગધ્રા ,સરા રોડ છે.અહીં આસપાસ 10થી વધુ સોસાયટી અને 400થી વધુ કારખાનાના વાહનો અવર જવર કરતા વાહનોનો જમાવડો રહે છે.અહીં રસ્તો સાંકડો હોવાથી ટ્રાફિકમાં એમ્બયુલન્સો,શાળાએ જતા વિદ્યાર્થીઓ, કામધંધેજતા 80 હજારથી વધુ લોકો હેરાન થાય છે.
બોકસ-નગરપાલિકાના ભ્રષ્ટાચારને કારણે લોકો હેરાન થાય છે
ઓવરબ્રીજ બનાવવા 42 કરોડ મંજુર થયા હતા તે વપરાઇ ગયા અને વધારાના 7 કરોડ માટે ફાઇલ મુકાઇ છે. ભાજપ પાલિકાના શાસનમાં ભ્રષ્ટા ચાર કરવામાં આવ્યો છે કમીશન ન મળે ત્યાં સુધી કામ થતા નથી હાલ વહિવટી શાસન હોવાથી કોઇ ભ્રષ્ટાચાર કરી શકે તેમ નથી જ્યાં સુધી નગરપાલિકાની ચૂંટણી નહીં આવે અને ભારતીય જનતા પાર્ટીની બોડી ફરી સત્તા ઉપર નહીં બેસે ત્યાં સુધી આ કામ ચાલુ થવાનું નથી હવે પછી રૂપિયા સાડા સાત કરોડ રૂપિયા એ સિવાયના પાચક કરોડો એક્સ્ટ્રા બીલ બનાવવાનું કામ થાન નગરપાલિકાના પૂર્વ સભ્ય દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું છે.
-મંગળુભાઈ ભગત, બાપા લાલ ઝાલા થાનગઢ કોંગ્રેસ આગેવાન
બોકસ-અધુરા કામને કારણે પુલ નબળો બને તેવી પુરી શક્યતા
થાનગઢ પંચાલ સીરામીક એસોસિએશન પ્રમુખ સુરેશભાઈ સોમપુરા ઉપપ્રમુખ શાંતિલાલ પટેલ ઉપપ્રમુખ પ્રભુદાસ પ્રજાપતિ જણાવ્યું હતું કે બ્રિજનું કામ બે વર્ષમાં પૂરું કરવાનું હતું જે કામને અત્યારે સાડા પાંચ છ વર્ષ વધારે સમય વીતી ગયો છે.જ્યારે કટકે ને કટકે કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ પુલનું કામ પડતર હોવાથી નબળું પડી જવાનું પૂરેપૂરી શક્યતા છે જેવો પાલનપુર ની અંદર એકસીડન્ટ થયો તેવો થવાનો પૂરેપૂરી શક્યતા છે.
બોકસ-વધુ 7 કરોડ ફાળવવા દરખાસ્ત કરાઇ છે
ઓવરબ્રીજના કામ માટે મંજુર કરવામાં આવેલી રકમ પુરી થતા હાલ બ્રીજનું કામ બંધ છે.કામ પુરૂ થાય તે માટે ઉપર લેવલે રૂ.7 કરોડ ફાળવવા માટે દરખાસ્ત કરવામાં આવી છે.જે આવી જતા બ્રીજનું કામ ફરી ચાલુ કરી આપવામાં આવશે.
થાન મેઇન બજાર સ્ટેશન રોડ ફાટકે ઓવરબ્રીજ બનાવવાના ધીમા કામને લઇ ટ્રાફિક સમસ્યા રહે છે.
રિપોર્ટર પરમાર ભગીરથ સિંહ મુળી