આજરોજ સ્થાયી સમિતિ દ્વારા મંજુર કરવા બદલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન
શ્રી જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટી સભ્યશ્રીઓનો
આભાર વ્યક્ત કરતા વોર્ડ નં.૩ના કોર્પોરેટરશ્રીઓ
રાજકોટ શહેરના વોર્ડ નં.૩માં રેલનગર ESR થી સાધુવાસવાણી કુંજ રોડ સુધી ન્યુ ફલાવર બેડ ટાઇપ ડિવાઇડર રૂ.૧૭.૫૩ લાખના ખર્ચે ફીટીંગ કરવાનુ કામ, નકલંક રૂખડિયાપરા તથા નરસંગપરા વિસ્તારની જુદી જુદી શેરીઓમાં રૂ.૨૮.૫૨ લાખના ખર્ચે સી.સી. કરવાનુ કામ અને રેલનગરમાં આવેલ વિવિધ સોસાયટીમાં રસ્તાઓને રૂ.૮૦.૬૪ લાખના ખર્ચે મેટલીંગ કરવાનુ કામ(ફેઇસ–૨) આમ કુલ મળીને રૂ.૧.૨૬ કરોડના જુદા જુદા કામો આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે.
ઉક્ત કામ મંજુર કરવા બદલ ડેપ્યુટી મેયર તથા વોર્ડ નં.૩ના કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર અલ્પાબેન દવે, કુસુમબેન ટેકવાણી, બાબુભાઈ ઉધરેજા, વોર્ડ પ્રભારી પુર્વેશ ભટ્ટ, વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, વોર્ડ મહામંત્રી અભયભાઈ નાંઢા, ડૉ. હેમંત અમૃતિયા દ્વારા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડીંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.