ગોંડલ માં સારા માણસોનું નિર્માણ કરતી સરકારી પ્રાથ.શાળા નં.5 અ ના વિદ્યાર્થીઓને ભેંટ આપવામાં આવી..

 


🥳🌳🥳🌳🥳🌳🥳🌳🥳🌳🥳🌳🥳
ગોંડલ ના વતની દયાળુ દાતાશ્રી ના સહયોગ થી સમાજસેવી હિતેશભાઈ દવે દ્વારા ગોંડલ માં સારા માણસોનું નિર્માણ કરતી સરકારી પ્રાથમિક શાળા નં.5 અ ના બાલવાડી અને ધોરણ 1 થી 8 ના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ માં ઉપયોગી પહેલા કદમ પુસ્તિકા,પાઉચ,સ્કેચપેન સેટ,કંપાસ અને પૌષ્ટિક બિસ્કિટ ની ભેટ આપવામાં આવી..
શાળા ના આચાર્ય અશોકભાઈ શેખડા એ બાળકો માટે ઉપયોગી શૈક્ષણિક ભેટ લઈને આવેલ સમાજસેવી હિતેશભાઈ દવે,વાય.ડી.ગોહિલ ના.મામ,આર. ડી. મહેતા,હિતશભાઈ પંડ્યા,ઉમંગભાઈ પટેલ નું શબ્દો થી સ્વાગત કર્યું હતું..હિતેશભાઈ દવે એ શાળામાં અભ્યાસ કરવા આવતા ગરીબ પરિવાર ના બાળકોને જીવનમાં જ્ઞાન,અભ્યાસ નું મહત્વ સમજાવતા નિયમિત શાળા માં હાજરી આપવા અને ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરવા વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા,વાય.ડી.ગોહિલ એ વિદ્યાર્થી જીવન માં નિયમિતતા અને તંદુરસ્ત શરીર નું મહત્વ સમજાવ્યું હતું.ઉમંગભાઈ પટેલ એ જીવનમાં માતાપિતા નો આદર કરવો અને ગુરુજી પ્રત્યે સન્માન નો ભાવ રાખવા વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા.તેમજ શાળા ના કોઈપણ વિદ્યાર્થીને સંગીત તાલીમ લેવી હોય તો ઉમંગભાઈ પટેલ ની સંગીત શાળા માં નિઃશુલ્ક જ્ઞાન આપવા તૈયારી દાખવી હતી..
સારા માણસોનું નિર્માણ કરતી સરકારી શાળા નં.5અ ના બાલવાડી,ધોરણ 1 થી 8 સુધીના 100 વિદ્યાર્થીઓને ઉપયોગી શૈક્ષણિક સાધનો અને પુસ્તિકાઓ ભેટ આપવા બદલ દયાળુદાતા અને સમાજસેવી હિતેશભાઈ દવે,મહેતાસહેબ,હિતેશભાઈ પંડયા નો આભાર વ્યક્ત કર્યો હતો…

Leave a Comment

Read More