વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું દુધાળા-લાઠી હેલિપેડ પર ઉષ્માસભર સ્વાગત

 

*વડાપ્રધાનશ્રીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીયમંત્રી શ્રી સી.આર.પાટીલ સહિતના મહાનુભાવોએ ભાવપૂર્વક આવકાર્યા*

અમરેલી તા.૨૮ ઓક્ટોબર,૨૦૨૪ (સોમવાર) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે પધાર્યા છે. લાઠી-અમરેલી ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગના અંદાજે રુ.૪,૮૦૦ કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ આપી ઉમળકાભેર આવકાર્યા હતા.

 

ઉલ્લેખનીય છે કે, દુધાળા- લાઠી હેલિપેડ ખાતે વડાપ્રધાનશ્રીના સ્વાગતમાં રાજ્ય પોલીસ વડા (ડી.જી.પી) શ્રી વિકાસ સહાય, જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘ સહિતના અધિકારીશ્રીઓ – પદાધિકારીશ્રીઓ પણ જોડાયા હતા.

 

*ધર્મેશ* ૦૦૦

Leave a Comment

Read More

દીપાવલી અને નુતનવર્ષ તહેવાર નિમિતે ગોંડલીયા પરિવાર તરફથી ભુદેવ પરિવારોને મીઠાઈ-ફરસાણ ની ભેટ આપવામાં આવી… 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 મૂળ શિવરાજગઢ ના ગૌ.વા.શાંતાબેન હરિભાઈ ગોંડલીયા પરિવારના હાલ રાજકોટ રસિકભાઈ ગોંડલીયા,કાશ્મીરાબેન ગોંડલીયા અને દામજીભાઈ ગોંડલીયા અને ગોંડલીયા પરિવાર તરફથી દીપાવલી અને નૂતન વર્ષ તહેવાર માં ગોંડલ સમસ્ત બ્રહ્મ સમાજના જરૂરિયાતમંદ પરિવારના 25 પરિવારોને શુદ્ધ ઘી મોહનથાળની મીઠાઈ 1 કીલો અને છપ્પનભોગ ચેવડો ફરસાણ ની ભેટ સમાજસેવી હિતેશભાઈ દવે ના સહયોગ થી ગોંડલીયા પરિવાર તરફથી ગૌ.વા.માતાપિતા શાંતાબેન હરિભાઈ ગોંડલીયા ની સ્મૃતિ માં ભેટ આપવામાં આવી.. રસિકભાઈ ગોંડલીયા પરિવાર તરફથી અવારનવાર જરૂરિયાતમંદ ગરીબ વિધાર્થીઓને અને સમસ્ત બ્રહ્મ સમાજ પરિવારજનો ને અનાજ,શૈક્ષણિક સાધનો તેમજ અન્ય વસ્તુઓની સહાય કરવામાં આવે છે..સમાજસેવી હિતેશભાઈ દવે દ્વારા આ સહાય યોગ્ય વ્યક્તિ અને પરિવાર ને પહોંચતી કરવાની સેવા કરવામાં આવે છે…