સાવરકુંડલા લીલીયા વિસ્તારોમાં નવા રોડ રસ્તા માટે 37 કરોડ મંજૂર

પહેલા ૧૩ કરોડ અને આજે ૩૭ કરોડ કુલ ૫૦ કરોડ એકજ વર્ષમાં રસ્તા માટે ગ્રાન્ટ લાવતા કસવાળા

રાજ્ય ધોરી માર્ગ – સાવરકુંડલા જેસર માટે ૨૨ કરોડ, અને લાલાવદર ક્રાંકચ માટે ૧૫ કરોડ ના ખર્ચે નવીનીકરણ – મહેશ કસવાળા

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો માતબાર રકમ આપવા બદલ આભાર વ્યકત કરતા મહેશ કસવાળા

નામના નહિ કામના કહેવાયા કસવાળા

શહેરો સાથે ગ્રામીણ ગામડા ગોકુળિયા ને રળિયામણા બને તેવા ધ્યેય આગામી દિવસોમાં થશે સાર્થક

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક પર રોડ રસ્તાઓની દુર્દશા જોઈને માત્ર ગ્રામીણ ગામડાઓના માર્ગો ને સુંદર અને રળિયામણા બનાવવા માટે ગાંધીનગર સચિવાલયમાં અઠવાડિયામાં ત્રણવાર ઉઘરાણી કરતા ધારાસભ્ય મહેશ કસવાળાની કામ કરવાની કુનેહને કારણે વધુ 37 કરોડના રોડ રસ્તાઓના જોબ નંબર લાવીને સાવરકુંડલા લીલિયા પંથકના ગામડાઓને જોડતા માર્ગો આગામી દિવસોમાં મઢાઈ જાય તે અંગેની કર્તવ્ય નિષ્ઠ કામગીરીને આભારી છે અગાઉ 13 કરોડના રોડ રસ્તાઓ મંજૂર કરાવ્યા જેમાં ભેંકરા, નાનીવડાળ ભોંકરવાનો રોડ 1 કરોડ 84 લાખ, અભરામપરા એપ્રોચ રોડ 92 લાખ, કાનાતળાવ એપ્રોચ રોડ 41 લાખ, જીરા સ્ટેશન રોડ 1 કરોડ 15 લાખ, ગોરડકાથી ગોરડકાપરા 46 લાખ, ગાધકડા થી કલ્યાણ પૂર 23 લાખ, ધજડી પરા એપ્રોચ રોડ 21 લાખ, બોરાલા એપ્રોચ રોડ 24 લાખ, ઘોબા પાટી એપ્રોચ્ રોડ 11 લાખ, મેંકડા ફિફાદ 80 લાખ, સાવરકુંડલા થી બોધરયાણી 92 લાખ, ચરખડિયા થી નાના ભમોદ્રા 92 લાખ, કુતાણા એપ્રોચ રોડ 1 કરોડ 20 લાખ, સાજણટીબા લુવારીયા 90 લાખ, વીજપડી બાયપાસ અને વીજપડી મેઈન રોડના 1 કરોડ 60 લાખ અને લીખાળા વીજપડી ના 1 કરોડ જેવી માતબર રકમ અગાઉ મંજૂર કરાવ્યા છે ત્યારે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા સાવરકુંડલા હાથસણી રોડ 4 કરોડ 10 લાખ, ધજડી-સાકરપરા-મિતિયાળા રોડ 3 કરોડ 32 લાખ, આંબરડી બગોયા 1 કરોડ 50 લાખ, દોલતી-મેરિયાણા રોડ 1 કરોડ 70 લાખ, હાથસણી ઋગનાથપુર રોડ 1 કરોડ 40 લાખ, ઘાંડલા વણોટ રોડ 1 કરોડ 40 લાખ, જુનાસવાર કેરાળા રોડ 1 કરોડ 40 લાખ, હાડીડા દાધીયા રોડ 70 લાખ, વિજયાનગર ગાધકડા રોડ 1 કરોડ 85 લાખ, જીરા સ્ટેશન જૂના સાવર રોડ 1 કરોડ 57 લાખ, મેવાસા નાની વડાળ 2 કરોડ 10 લાખ, દાધીયા વણોટ રોડ 1 કરોડ 50 લાખ, જાંબુડા હાડીડા રોડ 1 કરોડ 22 લાખ, ચીખલી વણોટ રોડ 1 કરોડ 5 લાખ, છાપરી લીખાળા રોડ 1 કરોડ 5 લાખ, ભેંકરા લીખાળા રોડ 1 કરોડ 68 લાખ, ખાલપર કુકાવાવ રોડ 1 કરોડ 5 લાખ, આંકોલડા એપ્રોચ રોડ 70 લાખ, નવી આંબરડી ખોડીયાણા 73 લાખ 50 હજાર, લીલિયા ભેંસવડી રોડ 1 કરોડ 50 લાખ, હાથીગઢ હરીપર રોડ 1 કરોડ 40 લાખ, નાનાલીલીયા-લોકા-લોકી-ભેંસવડી રોડ 1 કરોડ 80 લાખ સાજણટીબા હાથીગઢ રોડ 1 કરોડ, અને હાથીગઢ ખારા રોડ 1 કરોડ 35 લાખ જેવી 24 રોડ રસ્તાઓ માટેની 37 કરોડ જેવી માતબર રકમના જોબ નંબર સાથે સરકાર માંથી મંજૂર કરાવતા ધારાસભ્ય મહેશ કસવાળા હંમેશા કામને પ્રતિબદ્ધતા આપીને નામના નહિ પણ કામના કસવાળા અમથા નથી કહેવાયા તે ખરા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યું છે ત્યારે સાંસદ નારણ કાછડીયા દ્વારા ઓળીયા થી નાના ભમોદ્રા નોન પ્લાન્ટ નવો રસ્તો માટે 5 કરોડ 20 લાખ અને સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડથી બાયપાસ ચોકડી સુધી 4 કરોડ જેવી રકમ પણ મંજૂર થઈ છે ને કુલ સાવરકુંડલા લીલીયા વિસ્તારના ગામડાઓનાં 59 કરોડ જેવી રકમ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સરકાર માંથી જોબ નંબર સાથે લાવવામાં અગ્ર ભૂમિકા ભજવતા ધારાસભ્ય મહેશ કસવાળા ગ્રામીણ ગામડાના માર્ગો પર સુંદર ને રળિયામણા બને તે માટે તત્પરતા બતાવી છે ત્યારે રોડ રસ્તા માટે આવડી મોટી રકમ સરકાર માંથી મંજૂર કરાવનારા અમરેલી જિલ્લામાં એકમાત્ર ધારાસભ્ય મહેશ કસવાળા હોય તેવું ગ્રામીણ ગામડાના લોકો હરખ ભેર કહી રહ્યા છે.

Leave a Comment

Read More