રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના દિવાળી, નુતન વર્ષ શહેરીજનો ને શુભેચ્છા પાઠવતી કોંગ્રેસ સમિતિ

 

 

*

 

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી ની યાદી મુજબ દિવાળી અને નૂતન વર્ષ દરેક શહેરીજનો માટે લાભદાયી, આરોગ્યપ્રદ આવનારું વર્ષ ધન લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, ધૈર્યલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, ક્રિયા લક્ષ્મી વિજય લક્ષ્મી, રાજ્ય લક્ષ્મી આ અષ્ટ લક્ષ્મીનો શહેરીજનોના જીવનમાં વાસ થાય અને દરેક પરિવારોનું શારીરિક, માનસિક, આર્થિક અને આધ્યાત્મિક ક્ષેત્રે સમૃદ્ધ બને તેવી લક્ષ્મીજીને પ્રાર્થના.

દિપાવલીના તહેવારો દરમિયાન શહેરીજનોને નમ્ર અપીલ કે શેરી ગલીઓમાં સ્પીડ થી કાર અથવા મોટરસાયકલ ચલાવનારા વહાલા સજ્જનોને વિનંતી છે કે તહેવારો દરમિયાન કોઈનો એક માત્ર લાડકવાયો પુત્ર કે પુત્રી દિવાળીની ખુશીમાં ફુલજર કે ફટાકડા ફોડી રહ્યા હોય તે સમયે નાના બાળકો અચાનક પોતાને કંટ્રોલ કરી શકતા નથી અન્યથા તમારી મોટર સાયકલ ની સ્પીડ કોઈપણ માતા પિતાનું જીવન બરબાદ કરી શકે છે માટે ધીરજથી અને ધીમેથી તહેવારો દરમિયાન ટ્રાફિકના નિયમોનો પાલન કરી મોટરસાયકલ કે કાર ચલાવવા અપીલ છે.

નવા વર્ષમાં આપણે સૌ સંકલ્પ કરીએ કે સરકારના નીતિ નિયમો અને આપણી જાગૃતિ રહેશે તો ગત વર્ષ જેવી અગ્નિકાંડ જેવી ઘટના નિવારી શકાશે ફરી એક વખત સૌને નવા વર્ષની શુભેચ્છા સાથે શુભકામના.

 

અતુલ રાજાણી,

પ્રમુખશ્રી, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ, રાજકોટ.

Leave a Comment

Read More