રાજસ્થાનથી કુલ રૂ.૬૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ઘરફોડ ચોરીનો ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ
ગઈ તા.૧૧/૧૨/૨૦૨૩ ની રાત્રીના સાવરકુંડલા તાલુકાના પીયાવા ગામે આવેલ જૈન દેરાસરમાં કોઈ અજાણ્યા ચોર ઈસમે પ્રવેશ કરી, દેરાસરમાં ભગવાનના આભુષણો જેમાં ધાતુનો મુગટ સોનાના વરખ વાળો કિ.રૂ.૫,૦૦૦/- તથા ધાતુનો હિરાનો હાર કિ.રૂ.૩,૦૦૦/- તથા ચાંદીના મુગટ નંગ – ૨ કિ.રૂ.૬,૦૦૦/- તથા ધાતુની મુર્તિ કિ.રૂ.૫,૦૦૦/- તથા એક ચાંદી તથા એક ધાતુના સિધ્ધ ચક્ર કિ.રૂ.૫,૦૦૦/- તથા બે નાની મોટી ધાતુની પાટલી કિ.રૂ.૮,૦૦૦/- તથા એક દાન પેટી જેમાં આશરે રૂ.૧૫,૦૦૦/- હોય, જે મળી કુલ કિ.રૂ.૪૭,૦૦૦/- ની મત્તાની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય, જે અંગે વિશાલભાઈ માધવદાસ હરીયાણી, ઉ.વ.૩૧, રહે. પીથાવા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરતા વંડા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૧૨૩૦૧૩૬/ ૨૦૨૩, ઈ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો રજી. થયેલ.
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ આ પ્રકારના અનડીટેક્ટ ગુનાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી.ને માર્ગદર્શન આપેલ હતું.
અમરેલી એલ.સી.બી. પોલીસ ઈન્સ.શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા અનડીટેક્ટ ગુનાઓના અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ. તેમજ બનાવના સ્થળની આજુબાજુના સી.સી.ટી.વી. ચેક કરવામાં આવેલ, અનડીટેક્ટ ગુનાના આરોપીઓને પકડી પાડવાના સઘન પ્રયાસો દરમિયાન અજાણ્યા આરોપીઓની તપાસ દરમિયાન મળેલ બાતમી હકિકત તેમજ ટેક્નીકલ સોર્સ આધારે રાજસ્થાન રાજયના સિરોહી જિલ્લાના પિંડવાડા તાલુકાના મોરસ ગામેથી આરોપીઓને ચોરીમાં ગયેલા આભુષણો સાથે પકડી પાડી, સઘન પુછ પરછ દરમિયાન દેરાસરથી ચોરી કરેલ મેળવેલ આભુષણો પૈકીના ચાંદીના આભુષણો રાજસ્થાન રાજયના સિરોહી જિલ્લાના પિંકવાડા ગામે સોનીને વહેચેલ હોવાનું જણાવતા હોય, મજકુર બન્ને આરોપીઓને સાથે રાખી સોનીની તપાસ દરમિયાન, ચાંદીના આભુષણો વહેચેલ સોની વેપારીને પકડી પાડી, સોની વેપારીએ ચોરીના આભુષણો હોવાનું જાણવા છતા ચાંદીના આભુષણો ઓગાળી ચાંદીના ઢાળીયા બનાવેલ હોવાની હકિકત જણાય આવતા, મજકુર પાસેથી ચાંદીના ઢાળીયા કબ્જે કરી, ત્રણેય ઈસમોને રાજસ્થાનથી અટક કરી, આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા વંડા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતા-
(૧) નરેશ ઉર્ફે નકો સિંગારામ સીસોદીયા, ઉ.વ.૨૬, રહે.મોરસ, વારીયા ફળીયુ, તા.પિંદવાડા, જિ.સિરોહી
(રાજસ્થાન)
(૨) ઓબારામ ટેવતારામ સીસોદીયા, ઉ.વ.૨૭, ૨હે. મોરસ, મટાવાલી ફળીયુ. તા પિંડવાડા, જિ.સિરોહી
(રાજસ્થાન)
(3) હિતેશ પુખરાજજી સોની, ઉ.૫.૨૮, રહે.મઢવા કોલોની, પિંડવાડા, તા. પિંકવાડા, જિ.સિરોહી
(રાજસ્થાન)
– રીકવર કરેલ મુદ્દામાલની વિગતા-
પંચધાતુની ધર્મચિન્હો વાળી નાની મોટી પાટલીઓ નંગ- ૨ વજન ૩૨૮ ગ્રામ કિ.૨.૮,૦૦૦/- તથા એક
પંચધાતુનું સિધ્ધ ચક્ર વજન ૩૨૦ ગ્રામ કિ.રૂ.૨,૦૦૦/- તથા એક ધાતુની મુર્તિ વજન ૩૭૩ ગ્રામ
કિ.રૂ.૫,૦૦૦/- તથા બે ચાંદીના લંબચોરસ આકારના ઢાળીયાઓ વજન પહલ્ક ગ્રામ કિ.રૂ.૪૫,૦૦૦/-
તથા કિપેડ વાળા મોબાઈલ ફોન નંગ – ૨ કિ.રૂ.૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૬૧,૦૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને
માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહીલ
તથા એ.એસ.આઈ. જિગ્નેશભાઈ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, તથા હેડ કોન્સ. આદિત્યભાઈ
બાબરીયા, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા, ભાવિનગીરી ગોસ્વામી દ્વારા કરવામાં
આવેલ છે.