એ અંતર્ગત ગોંડલ બાર એસોસિએશનની વર્ષ ૨૦૨૪ ના હોદ્દેદારોની નિયુક્તિ માટે ચૂંટણી યોજવામાં આવેલ, જેમાં કુલ ૧૪ ઉમેદવારો એ ચૂંટણીમાં જંપલાવેલ,
ગોંડલ બાર એસોસિએશન ની વર્ષ ૨૦૨૪ માટે યોજાયેલ ચૂંટણીમાં કુલ ૪૫૦ મતદારોની યાદી સાથે આજે સવારે ૧૧ કલાકે મતદાન ચાલુ થયેલ, બપોરના ૩:૦૦ વાગ્યે ચૂંટણી નો સમય પૂરો થવા સમયે ફુલ ૨૬૯ વકીલ મતદારોએ મતદાન કરેલ,
૩:૩૦ વાગ્યે બધા ઉમેદવારો અને ચૂંટણી એજન્ટોની હાજરીમાં મત ગણતરી ચાલુ થયેલ,
મત ગનતારીને અંતે પ્રમુખશ્રી તરીકે સાવનભાઈ એન. પરમાર (૧૪૭ મત), ઉપપ્રમુશ્રી (૧) હરિશ્ચંદ્રસિંહ.એમ.જાડેજા (૧૬૭ મત), ઉપપ્રમુશ્રી (૨) અમુભાઈ બી. પરમાર (૧૧૦ મત), સેક્રેટરીશ્રી અમીનભાઈ ગોરી (૧૦૧ મત), જોઈન્ટ સેક્રેટરીશ્રી (૧) વિનયભાઈ બી. રાખોલિયા (૧૬૦ મત), જોઈન્ટ સેક્રેટરીશ્રી (૨) હેમીબેન.એસ. ચૌહાણ (૧૧૬ મત) સાથે વિજેતા બનેલ,
ચૂંટણીનું પરિણામ જાહેર થતાની સાથે જ બેન્ડવાજા અને અબીલ ગુલાલ સાથે વિજેતા બનેલા ઉમેદવારોને અભિનંદન પાઠવવા અને વિજયોત્સવ ઉજવવા સિનિયર – જુનિયર વકીલશ્રીઓ, વિજેતા બનેલા ઉમેદવારોના શુભચિંતકો ઉત્સાહિત જોવા મળેલ