તીર્થ ક્ષેત્રે સ્વચ્છતા અભિયાનઃ ઘેલા સોમનાથ મંદિર તથા ગૌશાળામાં સઘન સ્વચ્છતા કરાઈ

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા.૧૪ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી દેશભરમાં તમામ નાના મોટા ધર્મસ્થળો પર સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ-સફાઈ અભિયાન હાથ ધરવા આહવાન કર્યું છે. જેને અનુસરતા આજે રાજકોટ જિલ્લામાં ઘેલા સોમનાથ મંદિર તેમજ મંદિર પાસેની ગૌશાળા ખાતે સઘન સ્વચ્છતા કરવામાં આવી હતી.
આજરોજ વિંછીયા તાલુકાનાં સોમ પીપળીયા ગામે સ્વછતા ભારત મિશન અન્વયે જાણીતા તીર્થસ્થળ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં સઘન સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત મંદિરની ગૌશાળાની આજુબાજુના વિસ્તારોમાં પણ વધારાનો કચરો, પ્લાસ્ટિક, ઝાડી-ઝાંખરા, કાંકરા વગેરે દૂર કરીને વિસ્તારને ચોખ્ખો ચણાક બનાવવામાં આવ્યો હતો.
મહત્ત્વનું છે કે, રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી આ જનઆંદોલન શરૂ થયું છે, ત્યારે રાજ્યના તમામ ગ્રામ્ય/શહેરી વિસ્તારના ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવાનું અભિયાન શરૂ થયું છે. જેમાં તમામ યાત્રાધામોનું પરિસર, ધાર્મિકસ્થળોના મુખ્ય પ્રવેશ માર્ગો તથા ભક્તોની અવર જવર થતી આજુબાજુની જગ્યાની સ્વચ્છતા વ્યવસ્થિત રીતે જળવાય તેવી ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત કચરો યોગ્ય જગ્યાએ સુવ્યવસ્થિત નિકાલ થાય તે માટે વિવિધ ક્ષેત્રોમાં કવાયતો કરવામાં આવી છે.

Leave a Comment

Read More

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી મુળુભાઈ બેરાને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹100ની સબસિડી આપવાની રજૂઆત કરાઈ.