રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા આગામી કાર્યક્રમોને સફળ બનાવવા બેઠક યોજાઈ : દવે, ઢોલરીયા, જાડેજા, હેરભા, માંકડિયા

જીલ્લાના હોદેદાર અને મંડલ પ્રભારીઓ, વિવિધ કાર્યક્રમના ઇન્ચાર્જ, જીલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેન તેમજ જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીઓની બેઠક યોજાઈ
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, સૌરાષ્ટ્ર ઝોન મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડા, જીલ્લા સંગઠન પ્રભારીશ્રી ધવલભાઈ દવેના માર્ગદર્શન અને જીલ્લા ભાજપ અધ્યક્ષશ્રી અલ્પેશભાઈ ઢોલરીયાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ કક્ષાએથી આગામી કાર્યક્રમોની તૈયારીના ભાગરૂપે રાજકોટ જીલ્લા મહામંત્રીશ્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી હરેશભાઈ હેરભા અને જીલ્લાના હોદેદારો, મંડલના પ્રભારીશ્રીઓ, જીલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, વિવિધ કાર્યક્રમોના ઇન્ચાર્જશ્રીઓની ઉપસ્થિતિમાં આવનારા કાર્યક્રમમાં જેમકે વોલ પેઈન્ટીગ, રાષ્ટ્રીય મતદાતા દિવસ, ગાવ ચલો અભીયાન, લાભાર્થી સંપર્ક, લોકસભાના કલસ્ટર સીટો, લોકસભા સીટ દીઠ પ્રવાસ, વિધાનસભા સીટ દીઠ પ્રવાસ, બુથ વિશ્લેષણ જેવા કાર્યક્રમોની પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠકો યોજાઈ. જેમાં જીલ્લા પ્રભારીશ્રી ધવલભાઈ દવેએ તમામ હોદેદારો અને કાર્યકર્તાઓને ઉપરોક્ત કાર્યક્રમોમાં કોઇપણ પ્રકારની ખામી ન રહે અને કાર્યક્રમ લોકહિતમાં પ્રભાવશાળી બને તે માટે સંગઠનની ટીમો મજબુત બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું અને માન.જીલ્લા અધ્યક્ષશ્રી અલ્પેશભાઈ ઢોલરીયાએ ઉપરોક્ત કાર્યક્રમો અંગે તમામ હોદેદાર અને કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરી માર્ગદર્શન પૂરું પાડ્યું, તમામ બેઠકોનું સંચાલન જીલ્લા મહામંત્રીશ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું અને મહામંત્રીશ્રી હરેશભાઈ હેરભાએ તમામ બેઠકોનું શબ્દથી સ્વાગત અને આભારવિધિ કરી હતી.તેમ રાજકોટ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ,સહ-ઇન્ચાર્જની યાદીમાં જણાવે છે.

Leave a Comment

Read More

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી મુળુભાઈ બેરાને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹100ની સબસિડી આપવાની રજૂઆત કરાઈ.