ગોંડલ ઐતિહાસિક ભુરા બાવાના ચોરાનો જીર્ણોધ્ધાર કરાયો : 21 અને 22 જાન્યુઆરીના રોજ ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમોનું આયોજન

ગોંડલ ચોરડી દરવાજાના ચોકમાં આવેલ અને મહારાજા ભગવતસિંહજી દ્વારા બનાવવામાં આવેલો ઐતિહાસિક ભુરા બાવાનો ચોરો જર્જરીત હાલતમાં હતો. ભોજપરા યુવક મંડળે ચોરાનો જીર્ણોધ્ધારનું બીડુ ઝડપ્યું હતું. ગોંડલ નાગરિક બેન્કના ચેરમેન અશોકભાઈ પીપળીયા, ભોજપરા યુવક મંડળના સદસ્યો દ્વારા ગોંડલ શહેરની જનતા પાસેથી ફાળો કરી આશરે 25 લાખના ખર્ચે જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે.

ભુરા બાવાના ચોરે તા. 21 અને 22 ના ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં તા. 21 ને બપોરના 3 વાગ્યે રામદરબારની મૂર્તિની ભવ્ય શોભાયાત્રા ભોજરાજપરા 26/11 થી નીકળશે. ત્યાર બાદ ચોરડી દરવાજા ખાતે આવેલ ભુરા બાવાના ચોરે પોહચશે અને પૂજન કરવામાં આવશે. રાત્રીના 9 વાગ્યે હાલારી રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 22 ના રોજ બપોરે 12:29 વાગ્યે રામ દરબારની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તેમજ ભવ્ય મહાઆરતી નું અયોજન કરવામાં આવ્યું છે. રાત્રીના 9 કલાકે ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભુરા બાવાના ચોરાનો ઇતિહાસ

ભુરા બાવાનો ચોરો આશરે 165 વર્ષ પૌરાણિક છે. મહારાજા ભગવતસિંહજીના સમયમાં ગોંડલ રાજ્યનો પ્રવેશદ્વાર સાંજના સમયે બંધ થતો હતો,ત્યારે બહાર ગામથી આવતા મુસાફરો, લોકો, સાધુ-સંતોને અહીં વિસામાં માટે ગોંડલના મહારાજા ભગવતસિંહજી દ્વારા ભુરા બાવાનો ચોરો બનાવવામાં આવ્યો હતો.

ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા શુભેચ્છા મુલાકાત લીધી

ભુરા બાવાના ચોરાની ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. તેમજ ભુરા બાવાના ચોરોનું જીર્ણોધ્ધારની કામગીરી જોઈ તે પ્રભાવિત થયા હતા. રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રીનાબેન ભોજાણી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ભુરા બાવાના ચોરે મુનિરભાઈ બુખારીએ ભગવાન રામનુ 3D ચિત્ર બનાવ્યું

દેશ વિદેશમાં પ્રસિધ્ધ ગોંડલના ચિત્રકાર મુનિરભાઈ બુખારીએ ભુવા બાવાના ચોરે 20 X 25 સાઇઝનું ભગવાન શ્રી રામનું બાળ સ્વરૂપ નું 3D ચિત્ર બનાવ્યું છે. ભુરા બાવાના ચોરાની દિવ્યતામાં વધારો થયો છે. મુનિરભાઈ એ દેશ વિદેશોમાં ચિત્રો બનાવી ગોંડલનું નામ રોશન કર્યું છે.

Leave a Comment

Read More

ગીરગંગા પરીવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખીયાના નેતૃત્વમાં દ્વારકા જીલ્લાની ગૌશાળાઓ-પાંજરાપોળોના સંચાલકો દ્વારા મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મંત્રી મુળુભાઈ બેરાને તમામ ગૌશાળાઓ અને પાંજરાપોળને પશુદીઠ, દૈનિક ₹100ની સબસિડી આપવાની રજૂઆત કરાઈ.